SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ ડિલે ઇસ ડેન્જરસ તે ફરી કદી પણ પાછા આવવાના નથી. ભલે બીજા કરોડો - અબજો વર્ષો જતા રહે, ભલે બીજો અસંખ્ય કે અનંતકાળ જતો રહે જે દિવસ-રાત ગયા તે ગયા. હવે આપણા હાથમાં ફરી કદી તે સમય નહીં આવે. પિતાજી ! જે દિવસ-રાત ધર્મસાધના વિના જાય છે, તે નિષ્ફળ જાય છે. સોના જેવા એ સમયને આપણે લોઢા જેવો બનાવી દઈએ છીએ. માત્ર લોઢા જેવો જ નહીં, પણ પાપો દ્વારા લોઢાના છરા જેવો બનાવી દઈએ છીએ. જે છરો પછી આપણી જ છાતીમાં ભોંકાવાનો હોય છે. जा जा वच्चइ रयणी, ण सा पडिणियत्तइ । धम्मं च कुणमाणस्स, सहला जंति राईओ ॥ પિતાજી ! જે જે દિવસ-રાત જાય છે, તે કદી પણ પાછા આવતા નથી. જે ધર્મસાધના કરે છે, તેનો એ સમય સફળ થઈ જાય છે. પિતાજી ! આપ અમારા પર કૃપા કરો,
SR No.034129
Book TitleDile is Dangerious
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy