SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ चेइयकुलगणसंघे आयरिआणं च पवयणसुए य । सव्वेसु वि तेण कयं तवसंजममुज्जमंतेण ॥१०३॥ ચૈત્ય, કુલ, ગણ, સંઘ, આચાર્ય, પ્રવચન અને શ્રત આ બધામાં જે કરવા જેવું છે, તે બધું તપ અને સંયમમાં ઉદ્યમ કરતા શ્રમણે કરેલું છે. (આ બેમાં કરેલો ઉદ્યમ શ્રમણ માટે મુખ્ય છે, ચૈત્યાદિ સર્વ કાર્યોનું ફળ એનાથી પ્રાપ્ત થાય છે. માટે પુષ્પમાળામાં પૂ. મલધારી હેમચન્દ્રસૂરિ મહારાજા કહે છે – તિસ્થયUT વિ સિદ્ધિનિન - સંગમં યુપીમૂનં ! તીર્થકરના ઉદ્દેશથી પણ સદ્ગતિ હેતુ સંયમને શિથિલ ન કરવું, કારણ કે તીર્થકર સ્વયં કહે છે કે ચૈત્યાદિ કાર્યો કરતાં તપ-સંયમ એ પ્રધાન છે. (૧૨) મહાવીરની આજ્ઞાનુસાર નિઃસંગપણે નવકલ્પી વિહાર, સૂત્રાર્થપોરસી આદિ યતના, ગીતાર્થનિશ્રા, જિનાજ્ઞાપાલન સિવાયના પ્રોગ્રામનો અભાવ, મોબાઈલ-વિજાતીય-છાપાઓને નો એન્ટ્રી - આ રીતે વિચરતું મુનિવૃંદ એ મહાવીરનું ઉત્કૃષ્ટ ભક્ત છે. જિનશાસનનું શ્રેષ્ઠ પ્રભાવક છે. આ ગ્રુપમાં પુષ્કળ દીક્ષાઓ થશે, નૂતનદીક્ષિતો ગળથુથીમાંથી સહજ રીતે એ જ રીતે ઘડાશે અને પ્રભાવનાના ગુણકારો થશે. કેટલા સચોટ છે પ્રભુવચન - સવ્વસુ વિ તેT યં | પરકલ્યાણ-વર્તમાનકાળ-શાસનકાર્ય વગેરે આલંબનોથી શિથિલ-વિસંસ્થલ-વ્યસ્ત-ત્રસ્ત બનવા કરતાં મહાવીરના આ માર્ગ પર મસ્તીથી ચાલવાથી “મહાવીર'નું ય ગૌરવ થશે, આનુષંગિક જબરદસ્ત પ્રભાવના-પરકલ્યાણાદિ થશે અને જે ઉદ્દેશથી સંસારત્યાગ કર્યો, એ ઉદ્દેશ સફળ થશે. (૧૩) મહાવીરનો આ માર્ગ યેન કેન પ્રકારેણ પરકલ્યાણનો માર્ગ નથી. દીક્ષા અને વડી દીક્ષાની સમગ્ર પ્રતિજ્ઞાઓમાં અપવાદભૂત એકાદ પણ પ્રતિજ્ઞા “કોઈને પમાડવા” આદિની નથી. તો જે પ્રતિજ્ઞા નથી લીધી, એની પાછળ પડવું અને જે પ્રતિજ્ઞા લીધી છે, એને તદ્દન ગૌણ બનાવવી, આ મહાવીરના માર્ગની વિડંબના છે. જો દીક્ષા બાદ થોડું ઘણું ભણીને આ જ ઢાંચામાં જવાનું હોય, તો પછી રંગેચંગે ઉજવાતી દીક્ષા - વડીદીક્ષા એની વિધિ એની પ્રતિજ્ઞા આ બધું માયા-મૃષા ઠરે છે. ઉપદેશમાલામાં કહ્યું છે – ७२
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy