SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકરોનો પ્રતિનિધિ કે પ્રતિક છે, જેમણે અનંતાનંત કાળચક્રો પૂર્વેથી ય મારા પર કરુણા વરસાવી છે. મારા ઉદ્ધાર માટે મને દુઃખોથી મુક્ત કરવા માટે કઠોર પુરુષાર્થ કર્યો છે. મહાવીર ! તું એ સિદ્ધ ભગવંતનો પ્રતિનિધિ છે જેમણે મને અવ્યવહા૨રાશિની અનાદિની નિગોદમાંથી મુક્તિ અપાવી છે. મારા નાથ ! ઘણું કહેવાનું રહી જતું હશે, જે તને જ્ઞાનપ્રકાશમાં કરામલક જેટલું સ્પષ્ટ ભાસતું હશે. બસ, હવે એટલું કહે, તારા અનંત-અનંત-અનંત ઉપકારોથી ઉપકૃત-મારું ઔચિત્ય શું છે ? આ પહેલા માળેથી કૂદકો લગાવી દઉં, તારા નામે તો તું ક્યાં કહે છે ? ને તું જે કહે છે, એ મને ક્યાં હું આ સંસ્થાનો સભ્ય બન્યો છું. ને સભ્ય બન્યા મારા નાથ ! તું કહે તો મારો જાન આપી દઉં, પણ એવું ખબર નથી ? તારું સાંભળીને પછી મહત્તમ કાર્ય તો તને સાંભળવાનું જ કર્યું છે. તો બસ નાથ ! હવે તારી આજ્ઞા એ જ મારું જીવન, તારું શાસન એ જ મારો શ્વાસ, ના, બીજો કોઈ ઉદ્દેશ્ય નહીં, બહાના નહીં, સમાધાન (કોમ્પ્રોમાઇઝ) નહીં, એક મુદ્દાનો કાર્યક્રમ...તારું શાસન, મારો શ્વાસ. ६६
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy