SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થાત્ માંસ, માછલી, ખાજ, નશીલા પદાર્થો, દારૂ વગેરેની મનાઈ કરી છે. બધાં શીખ ગુરુદ્વારાઓમાં લંગરમાં અવશ્યપણે શાકાહાર જ બને છે. (૮) બૌદ્ધ ધર્મ - આ ધર્મના પંચશીલ, એટલે કે સાદાચારના પાંચ નિયમોમાં પ્રથમ અને મુખ્ય નિયમ - કોઈ પ્રાણીને દુઃખ ન આપવું – અહિંસા જ છે. ધમ્મપદ (પૃ. ૨૦)માં કહ્યું છે – सव्वे तसन्ति दंडस्स, सव्वे भायन्ति मच्चुनो । अत्तानं उपमं कत्वा, न हनेय्य न घातये ॥ જેમ મને પીડા પસંદ નથી, તેમ અન્ય જીવોને પણ પીડા પસંદ નથી. જેમ મને મૃત્યુનો ડર સતાવે છે, તેમ સર્વ જીવોને પણ મૃત્યુનો ડર લાગે છે. આમ ન બધા જીવોને પોતાની સમાન સમજવા. ન કોઈ જીવને મારવો, ન મરાવવો. લંકાવતાર સૂત્રમાં કહ્યું છે કે બધા જીવોને પોતાના સંતાનની જેવા સમજીને પ્રેમ કરવો જોઈએ. બુદ્ધિમાન વ્યક્તિએ સંકટના સમયે પણ માંસ ખાવું એ ઉચિત નથી. એ જ ભોજન ઉચિત છે, જેમાં માંસ કે લોહીનો અંશ ન હોય. ગૌતમ બુદ્ધ સ્પષ્ટ કહ્યું છે કે માંસ દુર્ગધમય છે, અભક્ષ્ય છે અને ધૃણાથી ભરેલું છે. (૯) યહૂદી ધર્મ - આ ધર્મ પણ અહિંસાનો પક્ષ લે છે. આ ધર્મમાં તેવા લોકોને ત્યાજય કહ્યાં છે, કે જેમના હાથો લોહીથી રંગાયેલા છે. બાઇબલમાં કહ્યું છે, તું મારા માટે હંમેશા એક પવિત્ર આત્મા હોઈશ. શરત એટલી જ કે તું કોઈનું માંસ નહીં ખાતો.” આ ધર્મ ન્યાય, દયા અને વિનમ્રતાનો ઉપદેશ આપે છે. જયારે માંસાહાર એ ત્રણેનો વિરોધી છે. માટે બાઇબલમાં ત્યાં સુધી કહ્યું છે કે Keep away from those who consume meat and intoxitants for they will be deprived of everything and will eventually become beggers. દારૂ અને માંસનું સેવન કરનારાઓની સંગત કદી ન કરો. કારણ કે તેવા લોકો આપત્તિઓનો ભોગ બને છે અને ભીખ માંગતા થઈ જાય છે. જીસસ ખિતે એમ પણ કહ્યું છે કે – I say unto all who desire to be my disciples, keep your hand away from bloodshed & let no flesh meat enter your mouth, for God
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy