SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ નાપાસ થવાથી કે અપેક્ષિત ટકા ન આવવાથી એક કિશોર જંતુનાશક દવાને ગટગટાવીને જાય છે, અંગત (!) જીવનમાં મમ્મીની દખલગિરી (!) થી એક કિશોરી છઠ્ઠા માળેથી નીચે ઝંપલાવી દે છે. સાસુ કે નણંદના બે શબ્દો સહન ન થવાથી નવવધૂ કેરોસીન છાંટીને બળી મરે છે. નોકરી માટે ભટકીને થાકી ગયેલો યુવાન ટ્રેનના પાટા પર સૂઈ જાય છે. જે શિક્ષણ જીવનની વાસ્તવિક્તાઓને સ્વીકારવાની પાયાની કળા પણ શીખવી શક્યું નથી, તે શિક્ષણે પોતાની જવાબદારી કેટલી નિભાવી છે ? હાથમાં પૈસો આવતાની સાથે પુત્ર પિતાનું હડહડતું અપમાન કરતો થઈ જાય અને ઘરમાં પત્ની આવતાની સાથે માતાને ત્રાસ આપતો થઈ જાય, એ કલંક પુત્રનું જ? કે એનું ઘડતર કરનારા શિક્ષણનું પણ ? ઘરડાઘરોમાં આંસુ સારતા મમ્મી-પપ્પાઓએ કદી કલ્પના કરી હતી ખરી, કે પુત્રને ‘લાયક’ બનાવવા માટે અમે એને જે શિક્ષણના હવાલે કરીએ છીએ એ શિક્ષણ એને એટલો બધો લાયક (?) બનાવી દેશે, કે પછી પુત્ર અમને જ “નાલાયક સમજવા લાગશે? - જે શિક્ષણે શરીરના અવયવોને ઓળખતાં શીખવ્યું. રોગના નિદાનો અને દવાઓ શીખવી. સારવારોની વિવિધ પદ્ધતિઓ શીખવી. પણ ગરીબ દર્દીઓને લૂંટવા નહીં, એવું ન શીખવ્યું. શ્રીમંત દર્દીઓને ઠગવા નહીં, એ ન શીખવ્યું. બિનજરૂરી ઓપરેશનો કરીને કોઈના જીવન સાથે રમત ન કરવી, એ ન શીખવ્યું, નકામી ને હાનિકારક દવાઓ આપીને કોઈના આરોગ્ય સાથે ચેડા ન કરવા એ ન શીખવ્યું, પોતાના પર વિશ્વાસ મૂકીને જે સ્ત્રી-દર્દી પોતાની કેબિનમાં આવી છે, એના શરીર સાથે અડપલા કરીને એનો વિશ્વાસઘાત ન કરવો, એ ન શીખવ્યું, એ શિક્ષણ સમાજનું કલ્યાણ કર્યું છે ? કે પછી સમાજનો દ્રોહ કર્યો છે ? મોટામાં મોટો ડૉક્ટર પણ નીચમાં નીચ હરકત ન કરે, એ માટે ઓપરેશન થિયેટરોમાં ફરજિયાત કેમેરા રાખવાનો આદેશ કર્યા બદલ સરકારે ગૌરવ લેવા જેવું છે કે શરમ અનુભવવા જેવું છે ? શું આ આદેશ ડૉક્ટરની અવિશ્વસનીયતાને પુરવાર નથી કરતો ? અને એક સુશિક્ષિત ડૉક્ટરની અવિશ્વસનીયતા સમગ્ર શિક્ષણતંત્રની અવિશ્વસનીયતાને પુરવાર નથી કરતી ? ભ્રષ્ટ હૉસ્પિટલોના આઈ.સી.સી.યુ.માં દિવસો સુધી વેન્ટિલેટરથી શ્વાસ લેતા મડદાં જેવી લાખો શિક્ષિતોની સ્થિતિ છે. જેમનામાં શ્વાસ તો છે, પણ લાગણીની ૪ ૬
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy