SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ અને વિશ્વાસને જાળવી રાખતાં શીખવાડે છે. અને એ વ્યક્તિત્વનું નિર્માણ કરે છે, જે વ્યક્તિના પોતાના હિતમાં તો છે જ, સમાજના, દેશના અને જગતના એક એક જીવના હિતમાં છે. ધર્મોપનિષનું હાર્દ પણ આ જ છે, કે જે વસ્તુ પ્રત્યેક જીવના હિતમાં નથી હોતી, એ વ્યક્તિના હિતમાં પણ નથી હોતી. વ્યક્તિના હિતમાં એ જ વસ્તુ હોય છે, જેનાથી સમાજનું શારીરિક અને માનસિક સ્વાથ્ય જળવાઈ રહે. જેમાં દેશદ્રોહનો અંશ પણ ન હોય, અને જેનાથી વિશ્વનો નાનામાં નાનો જીવ પણ દુભાતો ન હોય. જે વસ્તુ પ્રત્યેક જીવના ધર્મોપનિષા કર્તા કોઈ એક વ્યક્તિ હિતમાં નથી હોતી, તે વસ્તુ નથી. આ એક મનનીય સંગ્રહ ગ્રંથ છે. જેમાં વ્યક્તિના હિતમાં પણ નથી. વેદો, પુરાણો, આગમો, ઉપનિષદો, ગીતા, હોતી. મહાભારત, ચાણક્યસૂત્રા, ત્રિપિટક, ગ્રંથસાહિબ, સંહિતા અને કબીરવચનથી માંડીને કુરાન અને બાઇબલ સુધીના ધર્મશાસ્ત્રોના સંદર્ભોને વિષયાનુસાર પ્રસ્તુત કરવામાં આવ્યા છે. સંસ્કૃત, પ્રાકૃત, પાલી, ઉર્દુ વગેરે ભાષાના આ સંદર્ભોને સહુ સમજી શકે, તે માટે પ્રત્યેક સંદર્ભની સાથે સાથે જ તેનો સરળ હિંદી અને અંગ્રેજી અનુવાદ આપવામાં આવ્યો છે. ભારતના અને વિશ્વના કોઈ પણ દેશના સત્તાધીશો અને શિક્ષણખાતાના મંત્રીઓ જો ખરેખર લોકકલ્યાણ કરવા ઇચ્છતાં હોય, તો તેમણે નર્સરી | બાળમંદિર | આંગનવાડીથી માંડીને કોલેજ સુધીના સમગ્ર શિક્ષણમાં ધર્મોપનિષદ્ ને પાઠ્યપુસ્તક તરીકે સ્થાન આપવું જોઈએ. | દર વર્ષે દશમા અને બારમા ધોરણની પરીક્ષાઓ આવે છે અને વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનથી માંડીને આપઘાત સુધીના સંખ્યાબંધ કિસ્સાઓ બને છે. રિઝલ્ટના દિવસો આવે ને ઠેર ઠેર સોળ અને અઢાર વર્ષના કિશોર - કિશોરીઓની નનામી નીકળે છે. થોડી ચકચાર. થોડો હોબાળો.. થોડી વિચારણાઓ ને ફિર વો હી રફતાર. પરીક્ષાઓની પદ્ધતિને કેમ હળવી બનાવવી એની જાત-જાતની મંત્રણાઓ ચાલે છે, પણ પરિસ્થિતિના મૂળ સુધી જવાનું કેટલાને સૂઝે છે ? બારમા ધોરણના એક વિદ્યાર્થી રિઝલ્ટના દિવસે સવારે જ ભયંકર ડિપ્રેશનનો શિકાર બની ગયો. ખોટી કલ્પનાઓના પ્રવાહમાં તણાઈને એણે આપઘાત કરી ૪ .
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy