SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ એના કાનમાં એ બોલતી રહી...બેટા હંસ !...બેટા હંસ ! હંસ બેટા !..ને સવારે...દીકરાએ આંખ ખોલી...એક બાજુ સૂર્યોદય થઈ રહ્યો છે...ને વૃદ્ધાનો આનંદ હિલોળે ચડ્યો છે. ગામ તો ભેગું થયું. ગારુડીઓ પણ દોડતા આવ્યા. જોયું તો શરીરમાં ઝેરનું નામોનિશાન નથી. ‘આશ્ચર્ય...માજી ! તમે શું કર્યું હતું ?’ ‘કશું નહીં. હું તો ફક્ત એને બોલાવતી રહી હતી.’ ‘અચ્છા....શું નામ છે એનું ?’ ‘હંસ.’ अये गारुडमन्त्रबीजाक्षरमिदं तेनासौ सज्जो जातः । તાળો મળી ગયો...આ જ તો ગારુડમંત્રની બીજાક્ષર છે, એટલે એનાથી ઝેર ઉતરી ગયું. શબ્દમાં અકલ્પિત શક્તિના ભંડારો પડેલા છે. એક એક અક્ષરની પોતાની આગવી વિશિષ્ટતા અને સામર્થ્ય છે. જેમ કે કડકડતી ઠંડીના સમયે બર્ફીલા પહાડોની વચ્ચે ખુલ્લા મેદાનમાં મધરાતે અમુક ચોક્કસ પદ્ધતિથી ‘૨’નું ધ્યાન અને રટણ કરવામાં આવે, તો પરસેવો છૂટી જાય. કારણ કે ‘૨’ એ અગ્નિબીજ છે. પ્રાચીન શાસ્ત્રોમાં પ્રત્યેક અક્ષરને ‘સિદ્ધમાતૃકા’ તરીકે કહેવાયા છે. શબ્દશક્તિ પર આજે પણ અનેક પ્રકારના સંશોધનો થઈ રહ્યા છે. અને તેમાં ઓછી-વત્તી સફળતા પણ મળી રહી છે. પણ આપણા ઋષિ-મુનિઓ માત્ર આટલેથી અટક્યા નથી. શબ્દથી પણ પર છે અશબ્દ, શબ્દના માધ્યમથી અશબ્દમાં જવાનું છે. અશબ્દ એટલે વિચાર.. અધ્યવસાય...ભાવ. જેમાં પ્રગટ ઉચ્ચાર નથી, પણ ભીતરમાં શબ્દમય સંવેદના છે. જેને અંતર્જલ્પ કહેવામાં આવે છે. તંત્રજગતમાં શબ્દ અને અશબ્દની અજબ-ગજબ શક્તિનો દુરુપયોગ પણ કરવામાં આવ્યો છે. પણ આપણા ઋષિ-મુનિઓએ આ શક્તિનો આત્મકલ્યાણ માટે વિનિયોગ કરીને તેનો ઉત્કૃષ્ટ સદુપયોગ કર્યો છે. જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર. આજથી લગભગ ૨૫૦૦ વર્ષ પૂર્વે ભગવાન શ્રીમહાવીરસ્વામીના પાંચમા શિષ્ય શ્રીસુધર્માસ્વામીએ આ સૂત્રની રચના કરી હતી. પ્રાકૃતમાં ‘ગાથા' છંદમાં રચાયેલ આ સૂત્રમાં ૫૦ ગાથાઓ છે. સદ્ભાગ્યથી આજે...૨૫૦૦ વર્ષ બાદ પણ આ સૂત્ર અખંડપણે એના મૂળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આ સૂત્રના રહસ્યોને પ્રગટ કરવા માટે એના પર જુદી જુદી બાર જેટલી સંસ્કૃત ટીકાઓ ઉપલબ્ધ છે, તો જુદી २४
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy