SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ દુ:ખકથા લાલબત્તી ધરે છે...તો સંગીતના શોખીન ‘બાલિશની વ્યથા વિચારાધીન કરી દે છે. સંસારનો ગમે તેટલો રાગી આત્મા પણ આ કથાધારામાં પ્લાવિત અને આપ્લાવિત થાય એટલે એનું મન નિર્ણયબદ્ધ થયા વિના ન રહે, કે સંસારનું પ્રત્યેક સુખ દુઃખથી મળે છે, એ સુખ સ્વયં વાસ્તવમાં દુઃખરૂપ છે, ને એને ભોગવવાનું પરિણામ અનેકગણ દુઃખ સિવાય બીજું કાંઈ જ નથી. આગમનું વચન છે - મિત્તસુવઠ્ઠી વદુર્નાકુવg I સુખ ક્ષણમાત્રનું છે...દુઃખ દીર્ઘ-સુદીર્ઘ કાળનું છે. કથાકારે માત્ર નકારાત્મક (નેગેટીવ) બાજુને જ નથી રજૂ કરી, બલ્ક સમાંતરપણે જ હકારાત્મક (પોઝિટીવ) બાજુ પણ એવી રીતે રજૂ કરી છે, કે વાચક મંત્રમુગ્ધ થઈ જાય. ગુણવાન બનવા માટે એના હૃદયમાં પ્રબળ ઝંખના જાગી જાય. ઉત્કૃષ્ટ ભોગસામગ્રીની વચ્ચે પણ મનીષીની નિર્વિકાર ચિત્તવૃત્તિ, વિચક્ષણનો જવલંત વિરાગ, બુધસૂરિનું નિરુપમ વચન, ઉત્તમની અભુત નિઃસંગતા ને કોવિદની અનાસક્તિ...એક એક ગુણનું દર્શન ભ્રામક સુખની દોડધામને સ્થગિત કરી દેવા સમર્થ છે. એ સ્રોતથી આત્માને કદી તૃપ્તિ મળવાની નથી જે આત્માની ભીતરમાંથી નથી નીકળ્યો. હજારો યયાતિઓ, દુર્યોધનો ને ગિઝનીઓ મૃગતૃષ્ણાની પ્યાસમાં જીવનભર દોડે ગયા છે...કસ્તૂરીમૃગની જેમ સુરભિની શોધમાં ભટકતા રહ્યા છે...પણ કોઈને ક્યાંય કશું હાથ લાગ્યું નથી, સિવાય પરસેવો, પરિશ્રમ ને પીડા. સુખ તો ભીતરમાં છે, એ બહાર ક્યાંથી મળે ? ‘ઉપમિતિ એ માત્ર કથાગ્રંથ કે ધર્મગ્રંથ નથી, સફળ જીવનની શૈલી છે...સુખ-શાંતિનો રાજમાર્ગ છે. આલોક અને પરલોકને સુખસમૃદ્ધ કરવાની કળા છે. કુશળ ડૉક્ટરો, બુદ્ધિશાળી વકીલો, અરબો-ખરબોના આસામીઓ, સ્વ-સ્વ ક્ષેત્ર (ફિલ્ડ)ના ખેલાડીઓ, તીવ્ર મેધાવી વેપારીઓ ને આઈ.ટી.ના માસ્ટર-માઇન્ડ વિદ્યાર્થીઓ...જેમની પાસે પણ સમજણશક્તિ છે, તે બધાને હાર્દિક આમંત્રણ છે... ‘ઉપમિતિ'ના અંતરંગ વિશ્વમાં પદાર્પણ કરવા...આપની બુદ્ધિની સાર્થકતા પણ આમાં જ છે, અને જીવનની સફળતા પણ. આમાંથી જેમ જેમ પસાર થશો એટલે બાહ્ય પરિશ્રમ, સંશોધન, સર્જન, સત્તા, પ્રતિષ્ઠા, લોભામણી વસ્તુઓ બધું જ વ્યર્થ લાગશે.એક એક પ્રસ્તાવો આંતર-ગૂંચને ઉકેલતા જશે...હૃદયને પીગાળતા જશે..ને આઠમો પ્રસ્તાવ પરાકાષ્ઠાએ પહોંચશે, ત્યારે થોડી પણ સંવેદનશીલતા હશે...તો આંસુઓનો બંધ
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy