SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ છે. ગ્રંથકારશ્રી સ્પષ્ટપણે કહે છે सुचिरं पि तवो तवियं, चिन्नं चरणं सुयं पि बहु पढियं । जइ नो संवेगरसो, ता तं तुसखंडणं सव्वं ॥ ખૂબ દીર્ઘકાલીન તપ કર્યું, ચારિત્રનું પાલન કર્યું, ખૂબ શાસ્ત્રાભ્યાસ કર્યો, પણ જો હૃદય સંવેગસથી તરબતર નથી થયું, તો સમજી લો કે એ બધી જ ફોતરાં ખાંડવા જેવી નિરર્થક ચેષ્ટા છે. સંવેગ એટલે પરમપદની અદમ્ય ઝંખના. સંવેગ એટલે પરમાત્મા અને સદ્ગુરુ પ્રત્યેનો અનહદ અનુરાગ. સંવેગ એટલે વાંભ વાંભ ઉછળતો વિરાગનો મહાસાગર. સંવેગરંગશાળા ગ્રંથ સંવેગના માધ્યમે આત્મકલ્યાણની કેડી કંડારે છે. આત્મા જેમ જેમ આ ગ્રંથથી ભાવિત-પ્રભાવિત થાય તેમ તેમ અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે. संवेगवण्णणे पुण, पए पर परमहाभ અર્થ અને કામને જ પોતાની પસંદગીનો વિષય બનાવી ચૂકેલ દુનિયાને ‘સંવેગ’ એ શુષ્ક વિષય (Dry Subject) લાગે એમાં નવાઈ નથી. સંવેગ સુખદાયક છે, આ વાત એને અવિશ્વસનીય લાગે, એમાં પણ આશ્ચર્ય નથી. આમ છતાં આ એક નક્કર વાસ્તવિકતા છે. વિક્રમપ્રતિબોધક શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે કહ્યું છે - विरागहेतुप्रभवं न चेत् सुखं । न नाम तत्किञ्चिदिति स्थिता वयम् ॥ જે સુખના મૂળમાં સંવેગ નથી, એ સુખ પોલું છે, તદ્દન તુચ્છ છે...એ વાસ્તવમાં સુખ જ નથી. અર્થ અને કામની પાછળ મુગ્ધ બનેલી દુનિયાએ એક વિરામ લઈને એટલું જોવાની જરૂર છે, કે હું જ્યાં જવા દોડી રહી છું, ત્યાં પહોંચી ગયેલાની સ્થિતિ કેવી છે ? શું તેઓ સુખી છે ખરા ? કોઈ અબજોપતિને એકાંતમાં મળો, તો ખબર પડે કે એના સ્મિતના આવરણની પાછળ કેટકેટલા અશ્રુ છુપાયેલા છે ! जो जितना बड़ा उतना ही अकेला होता है । चहेरे पे मुस्कान लगा कर मन ही मन रोता है ॥ ઉંઘ, ભૂખ ને સ્વાસ્થ્યનું સુખ, જે પશુને પણ સુલભ હોય છે, એને ય જેમણે १४९
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy