SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ષ વિશ્વ આચાર્ય કલ્યાણબોધિ સુખનું સરનામું સંવેગરંગશાળા કનકપુર નગરીનું મનોરમ ઉદ્યાન છે. ઇન્દ્રમહોત્સવમાં લોકોના ટોળે ટોળા ઉમટી રહ્યા છે. રાજા કનકધ્વજ પણ આ ઉત્સવનું દર્શન કરવા સવારી સાથે આવી પહોંચ્યા છે. ચારે બાજુ જોતાં જોતાં એક જગ્યાએ રાજાની દૃષ્ટિ સ્થિર થઈ જાય છે. હર્ષના સ્થાને ગંભીરતા છવાઈ જાય છે અને રાજાનું મન એક ગહન મંથનમાં ડુબકી લગાવી દે છે. એવું શું હતું એ જગ્યાએ ? ત્યાં હતો એક દેડકો, કોઈ વનસ્પતિને એ ખાઈ રહ્યો હતો. ને એ પોતે એક મોટા સાપ દ્વારા ખવાઈ રહ્યો હતો. દેડકાનું અડધું શરીર સાપના મોઢામાં છે. ગણતરીની પળોમાં સાપ એને આખે આખો ગળી જવાનો છે, ને છતાં દેડકો ભાવિની કોઈ ચિંતા કર્યા વિના પોતાના મનમાન્યા સુખમાં મસ્તાન છે, વનસ્પતિભક્ષણના તુચ્છ સુખની એ ઉપેક્ષા કરે અને પોતાના હિતનો વિચાર કરે, તો એ મૃત્યુના મુખમાંથી બહાર નીકળી શકે છે. પણ કા...શ... વાત એટલે અટકતી નથી. એ જ સાપને એક સમડીએ પકડ્યો છે, ને એની ચાંચનો શિકાર બનાવવાનો પ્રારંભ કરી દીધો છે. જે સ્થિતિ દેડકાની છે, એ જ સ્થિતિ સાપની પોતાની પણ છે. ને જે સ્થિતિ સાપની છે, એ જ સ્થિતિ સમડીની પણ છે, કારણ કે એક ભયંકર અજગર એ સમડીને ગ્રસી રહ્યો છે. રાજાનો દેહ નગરીના ઉદ્યાનમાં છે, પણ રાજાનું મન વિરાગના ઉપવનમાં પ્રવેશી ચૂક્યું છે. સમસ્ત સંસારનું ચિત્ર માત્ર એ એક જ દશ્યમાં સ્પષ્ટ થઈ રહ્યું છે. इय अणवरयं निवडत-आवयाऽवायपूरिए लोगे । भोगप्पसंगवंछा जणस्स ही ही महामोहो ॥ જ્યાં સતત આપત્તિઓની વણઝાર વરસી રહી છે, એનું નામ સંસાર. જ્યાં નિત નવાં દુઃખોનો મેળો જામ્યો છે, એનું નામ સંસાર. જ્યાં ત્રણ સાંધો ને તેર તૂટે નો શાશ્વત સિદ્ધાન્ત છે, એનું નામ સંસાર. આવા સંસારમાં તુચ્છ ભોગસુખની આશંસા કરવી, એ આશંસાને સક્રિય બનાવવી અને એ મથામણમાં માથે લટકતી १४७
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy