SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ઇન્દ્રજાળમાં દેખાતી વસ્તુ કાયમ નથી, તેમ જગત પણ કાયમ નથી. જેમ નાટકનો અંત છે, તેમ આપણને લાગતા-વળગતા જગતનો પણ અંત છે. જેમ કેમેરાની સ્વિચ ઑફ થતાની સાથે ફિલ્મનું દૃશ્ય બદલાઈ જાય છે, તેમ શ્વાસની સ્વિચ ઑફ થતાની સાથે જીવનનું દશ્ય બદલાઈ જાય છે. પંચસૂત્ર કહે છે – સુવિહુ ત્ર સત્રમામાભુત્તિ - જેમ સ્વપ્ન સત્ય નથી, એમ જગત પણ સત્ય નથી. અજ્ઞાનીની દશા બાળક જેવી છે, જે ખોટું છે, એને એ સત્ય સમજે છે અને એટલે જ ક્લેશ અને સંક્લેશ વહોરી લે છે. ચિંતા અને ભયનો ભોગ બને છે. દોડધામ કરે છે, અને પોક મૂકીને રડે છે. ઉપનિષદ્રના મહર્ષિ એક માતાની અદાથી એને કહે છે, “વત્સ ! તું રડ નહીં, આ બધું ખોટું હોય. જે ખોટું છે, અને તે સાચું સમજી લીધું છે, એ જ તારા દુ:ખમય સંસારનું મૂળ છે.” આ પૃષ્ઠભૂમિ પર સ્પષ્ટ થાય છે આત્મોપનિષદ્ सत्यत्वेन जगद्भानं संसारस्य प्रवर्तकम् । પુત્રમૃત્યુનો આઘાત વજઘાત બને, એના મૂળમાં ‘અકસ્માતું નથી હોતો, પણ નાટકના પાત્રની જેમ જે વ્યક્તિ આપણી જીવનમાં અલ્પકાળ માટે આવી છે, એની સાથેના સંબંધને શાશ્વત સત્ય સમજી લેવાની ભૂલ હોય છે. દુઃખ કર્મથી આવે છે. કર્મ રાગ-દ્વેષથી બંધાય છે, અને રાગ-દ્વેષનું મૂળ આ જ છે - સત્યત્વેન ગદ્ધાનમ્ - જગતને સત્ય સમજવાની ભૂલ...અસ્થિરને સ્થિર સમજવાની ભૂલ. જાપાનની એક કહેવત છે - Don't carve on ice or paint on water. બરફ ઉપર કોતરકામ કે પાણી ઉપર ચિત્રકામ ન કરો. ફ્લોરા ફાઉન્ટેનના ટ્રાફિક અને ભીડમાં કોઈ કીડી માટીનો કણ કણ તાણી જઈને રોડની વચ્ચેવચ્ચે દર બનાવવા માટે પ્રયાસ કરે, એના જેવી દુનિયાના જીવોની ચેષ્ટા છે. એ કીડીની દર બનાવવાની ચેષ્ટા, ચોપાટીની રેતીમાં કોઈ બાળકની ઘર બનાવવાની ચેષ્ટા અને કોઈ બિઝનેશમેનની અલિશાન બંગલો બનાવવાની ચેષ્ટા...જ્ઞાનીની દૃષ્ટિમાં એ ત્રણે ચેષ્ટા એક સરખી છે. યોગદષ્ટિસમુચ્ચયમાં કહ્યું છે बालधूलिगृहक्रीडा-तुल्याऽस्यां भाति सर्वथा । तमोग्रन्थिविभेदेन, भवचेष्टाऽखिलैव हि ॥ જયારે આત્માને ‘સ્થિરા” દૃષ્ટિની પ્રાપ્તિ થાય છે, ત્યારે એની અજ્ઞાનગ્રંથિ ભેદાઈ જાય છે અને પછી સંસારની બધી જ ચેષ્ટા એને એવી લાગે છે, જાણે એક १४५
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy