SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ષ વિશ્વ આચાર્ય કલ્યાણબોધિ સત્યનો સાક્ષાત્કાર આત્મોપનિષદ્ અયોધ્યા નરેશની રાજસભા પૂર્ણપણે ભરાઈ ગઈ છે. ક્રમશઃ એક પછી એક રાજકાજ ચાલી રહ્યું છે. એવામાં પ્રતિહારીએ આવીને કહ્યું, “મહારાજની જય હો. એક વિદ્વાન આપને મળવા માંગે છે. કહે છે કે હું નૈમિત્તિક છું. એક ખૂબ જ મહત્ત્વના ભવિષ્યવાણી ક૨વા આવ્યો છું.” રાજાના ઈશારાથી નૈમિત્તિકનું આગમન થયું. સમ્માન સાથે એને ઉચિત આસન આપવામાં આવ્યું. રાજાએ ભવિષ્યવાણી વિષે પ્રશ્ન કર્યો, ને નૈમિત્તિકના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. આખી સભા ઉત્સુક હતી ભવિષ્યવાણી સાંભળવા, એમાં એની ગંભીરતા જોઈને ઉત્સુકતા અનેકગણી બની ગઈ. નૈમિત્તિકે કહ્યું, “રાજન્ ! આમ તો કહેતા જીભ ઉપડતી નથી. કહીશ, તો આપ સહુ કદાચ માનશો પણ નહીં. પણ મારી ફરજ સમજીને કહેવા આવ્યો છું. આજથી સાતમે દિવસે દરિયામાં ભયંકર તોફાન આવશે, એના પાણી આકાશને આંબશે ને એ ઘોડાપૂરમાં આખી દુનિયા ડુબા જશે. બસ...જળબંબાકાર...બીજું કશું જ નહીં બચે.” રાજસભામાં સન્નાટો છવાઈ ગયો. મંત્રીશ્વરે મહારાજના કાનમાં કાંઈક કહ્યું અને રાજાએ આદેશ કર્યો, “પંડિતજી ! સાત દિવસ સુધી તમારે અમારી નજરકેદમાં રહેવું પડશે. રોજ રાજસભામાં ઉપસ્થિત થવું પડશે. અને જો સાતમે દિવસે તમારી ભવિષ્યવાણી સાચી નહીં પડે, તો તમને મૃત્યુદંડ આપવામાં આવશે.” પૂર્ણ સ્વસ્થતા સાથે પંડિતજીએ કહ્યું, “મને મંજૂર છે. કારણ કે મને મારા જ્ઞાન પર પૂરો વિશ્વાસ છે. જે થવાનું છે. એ થઈને રહેશે.” સાતમે દિવસે રાજસભામાં જાણે કીડિયારું ઉભરાયું...બધાના ધબકારા વધી ગયાં છે...બધાના ચહેરા પર ચિંતા અને કુતૂહલ છે. સ્વસ્થ છે એક માત્ર નૈમિત્તિક. રાજાનું આગમન થયું, અને નૈમિત્તિકે ગંભીર અવાજે કહ્યું, “રાજન્ ! જુઓ, સૃષ્ટિના ઇતિહાસમાં કદી નથી બની, એવી ઘટનાની શરૂઆત થઈ ગઈ છે. જુઓ, દરિયો વીફરી ગયો છે. ને ગામોના ગામોને તારાજ કરતો કરતો આવી રહ્યો છે.’ રાજા સ્તબ્ધ બનીને જોઈ રહ્યો....વાંભ વાંભ ઉછળતા મોજાઓ આકાશને આંબી १४२
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy