SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ આર્ષ વિશ્વ આચાર્ય કલ્યાણબોધિ કથા..અંતરંગ વિશ્વની (ઉપમિતિ-૧૦૦૮ વર્ષ પ્રાચીન એક અનુપમ કથા) એક એવું માધ્યમ જે સહજ સુક્ય જન્માવે, આતુર અને ઉત્સુક બનાવે, આબાલવૃદ્ધ સર્વના રસનો વિષય બને, એનું નામ છે...કથા. માટે જ અનાદિકાળથી કથાનું એક સરખું આકર્ષણ રહ્યું છે. ચાહે દાદીમાની વાતો હોય કે સચિત્ર બાળપુસ્તક હોય, નાટકનો રંગમંચ હોય કે ચલચિત્રનો પડદો હોય, નોવેલ-બુક હોય કે રામાયણ-સત્ર હોય, કથા સર્વવ્યાપી છે. અહીં એક એવી કથાની વાત કરવી છે, જે ઉપરોક્ત સર્વકથામાં વ્યાપ્ત છે. જીવનની પ્રત્યેક ઘટના જે કથા સાથે વણાયેલી છે. મારી પણ એ જ કથા છે, ને તમારી પણ. જેણે આ કથાને નથી જાણી, એણે કશું જ નથી જાણ્યું. દુન્યવી ડિગ્રીઓ એનું ગૌરવ નહીં, પણ કલંક છે. વિશ્વવ્યવસ્થા અને વિશ્વસંચાલનનું રહસ્ય જે કથામાં રસપ્રદ રીતે વ્યક્ત થયું છે. આપણે જે જે પ્રસંગમાંથી પસાર થઈએ છીએ, તે એક એક પ્રસંગનું જે કથામાં પોસ્ટમોર્ટમ થયું છે. જે કથાના પરિશીલન બાદ સમગ્ર જગત આરપાર દેખાય છે. આત્માની પારદર્શી દૃષ્ટિના આવરણો વિદાય લે છે. પરમ શાંતિ આત્માની સહચરી બને છે...પરમ સુખ સ્વાધીન બને છે...વિશ્વમૈત્રીની ભાવના હૃદયમાં પ્રતિષ્ઠા પામે છે...જીવમાત્રમાં રહેલા શિવસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે...પરમ સમાધિની સ્થિતિ સહજ બને છે અને આત્મા અહીં જ જીવન્મુક્તિના પરમાનંદને અનુભવે છે. એ કથાનું નામ છે “ઉપમિતિ ભવ પ્રપંચ કથા.” જેના લેખક છે પરમ કારૂણિક શ્રમણ શ્રી સિદ્ધર્ષિ ગણિ. વિ.સં. ૯૬૨માં સંસ્કૃત ભાષામાં આ કથાનું સર્જન થયું છે. જેઠ સુદ ૫ ના દિવસે આ કથાનો ૧૦૦૮ મો જન્મદિન આવી રહ્યો છે. જન્મદિન એનો જ મનાવવા યોગ્ય છે, જેણે પરોપકાર કર્યો હોય, જેણે વિશ્વનું મંગલ કર્યું હોય. આ કથાએ આજ સુધીમાં હજારો શ્રોતાઓને પારદર્શી દૃષ્ટિનું દાન કરીને જીવન્મુક્તિનો પરમાનંદ આપ્યો છે. સંક્લેશોની હૈયાહોળીમાંથી મુક્ત કરીને १२
SR No.034125
Book TitleArsh Vishva
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages151
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy