SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિ એ એક જ હતી. આખું ઘર ભારે દુઃખમાં ગરકાવ થઈ ગયું. રડી રડીને એ છોકરીની આંખો સૂઝી ગઈ, પણ હવે કોઈ ફેરફાર થઈ શકે તેમ ન હતું. ત્યાંની હાઈસ્કૂલો પણ દારૂ, ડ્રગ્સ અને જાતીય સતામણીઓથી ખદબદે છે. ત્યાંના વંઠેલ વિદ્યાર્થીઓની ટોળકીઓ પોતે કેટલી વધુ છોકરીઓ સાથે શરીરસંબંધ બાંધ્યો ૬ તેની સ્પર્ધામાં ઊતરે છે. ઘણી વાર આવી ઘેલછા બળાત્કારમાં પરિણમે છે. તમે કદાચ ત્યાં તમારાં સંતાનોને બચાવી લેવા માટે મરણિયા પણ બનો, પણ ચારે બાજુ ગટરની ભારે બદબૂ આવતી હોય ત્યાં મોંઘીદાટ અગરબત્તી પણ શું કામ લાગશે ? Marriage અને અમેરિકા કોઈ પણ સમાજના શારીરિક આરોગ્ય, ભાવનાત્મક આરોગ્ય અને આર્થિક આરોગ્યની પારાશીશી લગ્નસંસ્થા છે. હચમચી ઉઠેલી અને જાતીય સ્વચ્છંદતાથી તૂટી રહેલી લગ્નસંસ્થા એ અમેરિકાની સૌથી ગંભીર સમસ્યા છે. ૩૭ ૧૯૯૦ના દાયકાના પ્રારંભે અમેરિકાના બન્ને મુખ્ય રાજકીય પક્ષોએ જાહેરમાં એવી હિમાયતો કરી હતી કે ‘પતિ, પત્ની અને બાળકો સાથેના પરિવારો અને લગ્નના શક્તિશાળી બંધનો રાષ્ટ્રના હિતમાં છે.’ એ સમયે ત્યાંની પ્રજાને આ વિધાનો વિવાદાસ્પદ લાગ્યા હતાં. પણ આજે લગ્નનો દર તળિયે જઈને બેઠો, ત્યારે એ વાત સાચી લાગે છે. ૧૯૬૦માં ત્યાં ૧૦૦૦એ ૭૩ કન્યાઓ પરણતી હતી. ૧૯૯૬માં ૧૦૦૦એ ૪૯ કન્યાઓ પરણતી હતી અને અત્યારે આ દર સૌથી નીચો છે. માતા-પિતાની સંયુક્ત છત્રછાયામાં ઊછરતાં બાળકોનું પ્રમાણ જેટલું વધુ, એટલું બાળકોને સ્પર્શતી સામાજિક સમસ્યાઓનું પ્રમાણ ઓછું એ હકીકત અમેરિકન સમાજ સમક્ષ સ્પષ્ટ થઈ છે આમ છતાંય પરણનારાઓ અમેરિકા જતાં પહેલાં ૪૧
SR No.034123
Book TitleAmerica Jata Pahela
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages64
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy