________________
Medical અને અમેરિકા
અમેરિકામાં ડૉક્ટરી સેવા અત્યંત ખર્ચાળ, રફ શબ્દોમાં કહીએ તો ગાભા કાઢી નાંખે તેવી હોય છે. ત્યાંના ભારતીયોના નિકટના સગા કે મિત્રો જ્યારે અમેરિકા આવે, ત્યારે પહેલી ચિંતા તેમને મુલાકાતીઓની તબિયત સાચવવાની રહે છે. માંદા પડ્યા અને ઈંશ્યોરન્સ ન હોય, તો ઘર-બાર વેચી નાંખવા પડે એવી સ્થિતિમાં મુકાઈ જવાય. ઈંશ્યોરન્સ હોય તોય ઉપાધિ છે. પરિવારમાં ચાર જણ હોય તો તેમના હેલ્થ વીમાનું માસિક પ્રિમિયમ જ ઓછામાં ઓછું ૩૦૦-૪૦૦ ડૉલર થઈ જાય. ત્યાંની લગભગ ૧૫% વસતિનો હેલ્થ-વીમો પણ નથી.
મામૂલી શરદી થઈ છે. ડૉક્ટરની મામુલી મુલાકાત લીધી છે, તે એક જ મુલાકાતમાં Min. સોથી દોઢસો ડૉલર ચૂકવવા પડે. ડૉક્ટરના પ્રિસ્ક્રીપ્શન વિના કોઈ ફાર્મસી દવા ન આપે. મોટી બિમારી હોય, તો ચોક્કસ નિદાન ન થાય, ત્યાં સુધી ડૉક્ટર ઈલાજ ન કરે. નિદાન માટે જવાનું સ્પેશિયાલિસ્ટ પાસે. એ દસ જાતના ટેસ્ટ કરાવે અને તેના ખર્ચનું બિલ એટલું મોટું આવે કે દર્દી બીમારીથી નહીં, બિલ જોઈને વધુ દર્દી' થઈ જાય.
ત્યાં સિઝેરિયનથી પ્રસૂતિ થાય એવા સમયે પ્રસૂતાને જો ૪-૫ દિવસ હૉસ્પિટલમાં રહેવું પડે, તો અંદાજે ૨૫ થી ૩૫ હજાર ડૉલર (૧૬ લાખ થી રર લાખ રૂપિયા) નો ચાંલ્લો ચોટે. કલ્પના કરો, બાયપાસ સર્જરી કેટલામાં પડતી હશે ?
આરોગ્ય સેવા પાછળ થતો અબજો ડૉલરોનો ખર્ચ કોણે અને કઈ રીતે ભરપાઈ કરવો એ વિષયમાં સર્વ અંગોને આવરી લેતો કોઈ સુસંકલિત કાર્યક્રમ જ નથી. આ પ્રશ્ન રાજકારણીઓથી માંડીને સર્જન ડૉક્ટર્સ સુધીના બધાને મૂંઝવી રહ્યો છે. આરોગ્ય સેવાના દર ભયજનક રીતે વધી રહ્યા છે. આ સ્થિતિમાં મરી જવું પોસાય એમ નથી, બીમાર પડવું નહીં.
અમેરિકા જતાં પહેલાં