SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સ્ત્રી એ સૃષ્ટિનું સર્વોત્કૃષ્ટ સૌન્દર્ય છે, સ્ત્રીના શબ્દો ખૂબ જ મધુર છે. સંગીતની સુરાવલીઓ એ જ આખી દુનિયાનો સાર છે. સ્ત્રી સાથે વિષયસેવન કરવું એ જ આ જીવનનું કર્તવ્ય છે... આખો ય સંસાર આ બધી વસ્તુઓથી જ અમૃત જેવો છે. આખે આખા સંસારને આ બધી વસ્તુઓએ જ અમૃત જેવો બનાવી દીધો છે.'' આ બધી વાસ્તવિકતા નથી. મોહાધીન... મૂઢ... સમ્મૂઢ... મોહાન્ધ જીવનો અભિપ્રાય છે. ફક્ત એક અભિપ્રાય. જેને તે તે વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ બિલકુલ બંધાયેલું નથી. સ્ત્રી જો વિશ્વનું સર્વોત્કૃષ્ટ સૌન્દર્ય હોય, તો દુનિયામાં ગંદકી જેવી કોઈ વસ્તુ જ નહીં રહે, પુરુષશરીર નવ દ્વારોથી અને સ્ત્રીશરીર બાર દ્વારોથી ગંદકીને છોડ્યા જ કરે છે એ કોણ નથી જાણતું ? એક મધ્યસ્થ વિચારકે લખ્યું છે કે ‘સ્ત્રીની વિષયસેવનની જગ્યા એ હકીકતમાં થૂંકવા યોગ્ય કે વમન (ઉલ્ટી) કરવા યોગ્ય પણ સ્થાન નથી.' વાત કોઈની નિંદાની નથી, શરીરના સ્વરૂપની છે. શરીરમાં કદાચ પવિત્રતા હોત, તો ય આત્મા કાંઈ એનાથી મહાન થઈ જવાનો ન હતો. શરીર ગંદકીથી ભરેલું છે, એનાથી આત્મા અધમ પણ થઈ જતો નથી. મહાનતાનો સંબંધ ફક્ત ગુણો સાથે છે, અધમતાનો સંબંધ ફક્ત દોષો સાથે છે. શરીરસ્વરૂપની હકીકતને નિંદામાં ખતવી દેવી, ને એના પ્રત્યે આંખ આડા કાન કરવા, એ એક જાતની આત્મહત્યા છે, કારણકે એના દ્વારા મોહનું જ પોષણ થાય છે. I mean, આપણો દુશ્મન જ મજબૂત બને છે. સ્ત્રી ચામડી વગરની હોય એની કલ્પના તો કરો, ઉલ્ટી ન થઈ જાય તો જ આશ્ચર્ય. એ જ શરીરમાં કેન્સર પ્રસરી ગયું હોય, કીડાં ખદબદતા હોય ને માથું ફાટી જાય એવી દુર્ગંધ આવતી હોય. આ પરિસ્થિતિની કલ્પના તો કરો, રાગના છોતરે છોતરા નીકળી જશે. એ જ શરીરની ૫૦ વર્ષ પછીની સ્થિતિને જોવા પ્રયાસ કરો, રીતસર ચિતરી જ ચડશે. આ છે એ આભિપ્રાયિક સૌન્દર્યનું વિશ્લેષણ. એને સૌન્દર્ય કહેવું એ સૌન્દર્ય શબ્દનો ભયંકર દુરુપયોગ છે. It's completely misplaced. સંગીતની સુરાવલીઓ જો આત્માના ઉત્થાનમાં નિમિત્ત બનતી હોત, તો એને મધુર કહી શકાત. પણ એવું તો નથી. સર્વાં વિવિયં નીયં મોર્ડન * માત્ર માયાજાળ ૭૦
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy