SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ પર્વતોમાંથી ક્યારે કેટલી શિલાઓ છુટ્ટી પડે ને કેટલા જલચરોને છુંદી નાંખે એનો કોઈ જ ભરોસો નહીં. સંસારસાગરમાં ય અનેક પર્વતો છે, જેમનું નામ છે વિષયો, કેટલાક બહાર પ્રગટ હોય છે એ છે પાંચ ઈન્દ્રિયોના વિષયો. કેટલાંક અંદર છુપાયેલા હોય છે એ છે મનના વિષયો. આમાંથી કયો પર્વત ક્યારે તૂટી પડે ને એમાંથી કઈ શિલાઓ ક્યારે આપણા ઉપર ધસી પડે, એનો કોઈ જ ભરોસો નથી. We think objects are good for us. But reality is this - They are our enemies. એ આપણને કાપી નાંખે છે, છુંદી નાંખે છે, ટીચી નાંખે છે, ને આપણો કચ્ચરઘાણ વાળી નાંખે છે. શત્રુ બળવાન હોય એ એટલું ખતરનાક નથી, એનાથી વધુ ખતરનાક તો એ છે, કે શત્રુ શત્રુરૂપ જ ન લાગે, અરે, એ પરમ મિત્ર લાગે. દરિયામાં વમળ પણ હોય છે. જેને ભમરી પણ કહેવાય. એક મોટું વર્તુળ હોય, જેમાં પાણી તીવ્ર વેગથી ગોળ ગોળ ફરતું ફરતું નીચે નીચે ઉતરતું જતું હોય. સૌથી ઉપરનું વર્તુળ સેંકડો મીટરોનું ય હોઈ શકે. સૌથી નાનું વર્તુળ મીટરનો સોમો ભાગ પણ હોઈ શકે. જે હોડી વમળમાં ફસાઈ એ ગઈ. પછી લાખ પ્રયાસ છતાં ય એ ન બચી શકે. આ વમળનો સંપર્ક કોઈ ધસમસતી નદી સાથે થઈ જાય એટલે ખેલ ખલાસ. આ તાંડવ ભયંકરતાની બધી જ સીમાઓને પાર કરી જાય. સંસાર સાગરમાં ય એક વમળ છે જેનું નામ છે ક્રોધ. અબજો કિલોમીટરોથી ય ન માપી શકાય એટલો એનો ઘેરાવો છે. પળભરમાં તો ક્યાંના ક્યાં પહોંચાડી દે એટલો એનો વેગ છે. ચક્કર આવી જાય, એવી એની ભમરી છે. બહારના દરિયામાં વમળ હોય, ને ન પણ હોય, સંસાર-સાગરમાં ક્રોધ-વમળ હોય જ છે. જ્યાં સુધી તમે સંસારમાં છો, ત્યાં સુધી તમે એનાથી બચી જ ન શકો. સંસાર-સાગરમાં એક ધસમસતી નદી આવે છે, જેનું નામ છે વિકૃતિ-વિકાર. ક્રોધ-વમળ અને વિકાર-નદી આ બેનો સંગમ થઈ જાય છે, અને એની સાથે જ સંસારસાગરની ભયાનકતા લાખોગણી બની જાય છે. કદાચ આ બેથી જ આખો ય ભવસાગર ભરાઈ જાય છે. કષાયો ને વિકારોનો અર્થ જ તો સંસાર છે. સંસાર એ એવી વસ્તુ છે, જેને જોઈને છળી જ પડાય, ઉછળી જ પડાય, 李 આ છે સંસાર ७
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy