SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ને ? એનું ઘેન... એનો દૃષ્ટિરોગ ખૂબ ખૂબ મજબૂત હતો... અનંત તીર્થંકરો એના સમક્ષ ઉપસ્થિત થયા. સંસારના સાચા સ્વરૂપની એને દેશનાઓ આપી. પણ એને તો જાણે કંઈ સંભળાયું જ નહીં. ઘેન કોને કહેવાય ? બસ, એ પોતાના અજ્ઞાનને જ જ્ઞાન માનતો રહ્યો. સાવ ખોટા પગલા ભરતો રહ્યો. યાદ આવે યોગદ્યષ્ટિસમુચ્ચય – कुकृत्यं कृत्यमाभाति, कृत्यं चाकृत्यवत् सदा । दुःखे सुखधियाऽऽकृष्टाः, कच्छूकण्डूयकादिवत् ॥ કુકૃત્ય કર્તવ્ય લાગે છે ને કૃત્ય હંમેશા અકર્તવ્ય લાગે છે. દુઃખમાં ‘સુખ’ દેખાય છે, ખેંચાય છે એના તરફ ને છેવટે ભયાનક પીડાને ભોગવે છે. જેમ ખાજનો દર્દી ખણજને ખંજવાળવામાં સુખ સમજે છે ને છેવટે લોહીલુહાણ થઈ જાય છે. अवेद्यसंवेद्यपद-मान्ध्यं दुर्गतिपातकृत् । બિહામણી વસ્તુ જ્યાં સોહામણી દેખાય છે, એ અંધતાનું નામ છે - અવેઘસંવેદ્યપદ. એ જીવને પગલે પગલે ગોથા ખવડાવે છે, ને અંતે દુર્ગતિમાં પાડી દે છે. અભવ્ય હોય કે ભવ્ય હોય, બધાં જીવો અનંતકાળ સુધી આ કરુણતાનો ભોગ બને છે. જે ભવ્યાત્માનો મોક્ષ નજીક આવે છે, એની આ રાત્રિ પૂરી થાય છે. અરુણોદયથી સૂર્યોદય સુધીની આ યાત્રામાં પંખીઓના મધુર કલરવ જેવી તીર્થંકરોની દેશના આત્માના પ્રદેશે પ્રદેશે સંભળાય છે. સમ્યક્ત્વની સંવેદના જાણે આખા ય વાતાવરણને ખુશનુમા બનાવી દે છે. સંસારનો એક એક અંશ એના ખરા સ્વરૂપે પ્રગટ થાય છે. ને એ પળે ભીતરની નિર્મળ આંખો એને જોઈ જ રહે છે.. રે... આ તો બધું સાવ જ ખોટું છે. ભ્રમમાત્ર છે. મિથ્યા છે.' વ્રહ્મ સત્ય નમિથ્યા ની આ પ્રતીતિ હોય છે, જેમાં આત્મા સિવાય બધું જ ફોગટ લાગે છે. સુવિળુ વ્વ સવ્વમાનમાનં નો આ અહેસાસ હોય છે, જેમાં સ્વપ્ન અને સત્ય આ બંને સમાનાર્થી લાગે છે. વૃન્દ્રનામિવં સર્વમ્ - નો આ સાક્ષાત્કાર હોય છે, જેમાં બધું જ ઉપજાવેલું લાગે છે. વાતશ્રૃતિગૃહીડા -નો આ અનુભવ હોય છે, જેમાં કોઈ વસ્તુનો કોઈ અર્થ ૬૭ આ છે સંસાર - -
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy