SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તો ખરું જ, પણ માણસનો વિશ્વાસ પણ લૂંટી લે છે. આ આઘાત વજાઘાત બનીને માણસને સાવ જ તોડી નાખે છે. સંસારના સ્વરૂપનો આ સાર છે. સંસારને સમજવા માટેનું આ ઉદાહરણ છે - લુચ્ચાની મૈત્રી. જે હકીકતમાં એક ક્રુર મશ્કરી સિવાય બીજું કાંઈ જ નથી. શ્રાદ્ધગુણવિવરણ નામના ગ્રંથમાં અંધેર નગરી ને ગંડુ રાજા જેવી એક ઘટના આવે છે. રાજદરબારમાં એક વ્યક્તિ ફરિયાદ લઈને આવે છે - “મારો દીકરો કાલે ચોરી કરવા ગયેલ. દીવાલમાં બાકોરું પાડવા જતાં આખી દીવાલ જ તૂટી પડી. મારો દીકરો મરી ગયો. મને ન્યાય અપાવો.” રાજા લાલ-પીળો થઈ ગયો. “બોલાવો એ ઘરવાળાને.” બિચારા ઘરમાલિક ધ્રુજતા ધ્રુજતા આવ્યા. પોતાની પરનો આરોપ સાંભળીને કહે, “એમાં હું શું કરું ? એ તો કડિયાઓનો દોષ છે.” એ ય આવ્યા. કહે, “અમે તો મજબૂત જ કામ કરીએ છીએ. પણ એ કામ કરતા હતા, ત્યારે ત્યાંથી એક વેશ્યા પસાર થતી હતી, એને જોયા કરવામાં કામ કાચું થયું.” રાજાએ વેશ્યાને બોલાવી. એનો ય કોઈ દોષ ન હતો. એક દિગંબર સાધુને જતાં જોઈને એણે એ દિવસે શરમાઈને રસ્તો બદલ્યો હતો. હવે આરોપી તરીકે એ સાધુને હાજર કરાયા. એ તો જોઈ જ રહ્યા કે આ બધું શું ચાલી રહ્યું છે ? રાજાએ જોયું કે આ કંઈ બોલતા નથી. એટલે એ જ ખરા ગુનેગાર છે. “ચડાવી દો એમને શૂળી પર.” સેવકો એમને લઈ ગયા. થોડીવારમાં પાછા આવ્યા. “એ બહુ જાડિયા હોવાથી શૂળી પર સમાઈ શકે તેમ નથી.” રાજાએ ફર્ દઈને રસ્તો કાઢ્યો, “જે સમાઈ શકે એને ચડાવી દો.” સેવકોએ જોયું કે રાજાની પાસે જે એમનો સાળો છે, તે પાતળો છે. તે સમાઈ જશે. રાજાજીની મંજૂરી લઈને સેવકોએ એને શૂળી પર ચડાવી દીધો. આ છે સંસાર. એને હાસ્યાસ્પદ કહેવો હોય તો વાંધો નથી. પણ દરિયાનાં દરિયા ભરાઈ જાય એટલું રુદન એની ભીતરમાં ભરેલું છે. બાવીસ વર્ષની વયે વૈધવ્યનો પ્રારંભ કરતી રમણીની કલ્પના કરો. એ ગોરી છે, રૂપાળી છે, યુવા-નવયુવા વયમાં છે, ભોગની બધી જ શક્યતાઓ અને ભોગની ભયંકર તૃષ્ણાઓને એ ભીતરમાં ભરીને બેઠી છે, પણ હવે એક ક્રૂર મશ્કરી _ ६४
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy