SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ યા કાકલુદી કરવી પડે, ને યા મરી જવું પડે, આ સ્થિતિમાં જેઓ મરી જવું પસંદ કરે, પણ કાકલુદી તો હરગીઝ ન કરે, તેઓ પણ સ્ત્રીઓની પાસે ચાપલુસી ને કાકલુદી કરવામાં કંઈ જ બાકી રાખતા નથી. આ કામ ! ખરેખર, તારામાં ને ભૂતના વળગાડમાં કોઈ જ ફરક નથી. એક વિચારકે કહ્યું છે – “Second is hell. બીજી વ્યક્તિ એ નરક છે.” જે તમે નથી એની સાથે તમારો મેળ શી રીતે બેસી શકે ? એની સાથે તમારે સેટ થવું હોય, તો તમારે તમારાપણું ગુમાવવું પડે. That means કોઈકનું મૂલ્ય હું” હોય છે. થોડા ચોખ્ખા શબ્દમાં કહીએ તો સંબંધને સાચવવા માટે જાતને વેંચી દેવી પડે છે. આમાં ખરી ટ્રેજેડી તો એ થાય છે કે જાતને ગુમાવ્યા પછી એ સંબંધ ‘જાતનો તો નથી જ રહેતો તો આ આખી ય મથામણ મુર્ખામીની પરાકાષ્ઠા નહીં તો બીજું શું છે ? યાદ આવે પ્રજ્ઞાસર્વસ્વમ્ - परनिबन्धना तुष्टि-स्तत्त्वत आत्मविक्रयः । स्वरूपमपि नैवं स्यात्, कस्य तुष्टिर्निगद्यते ? ॥ કોઈનાથી ખુશ થવાનો પ્રયાસ એ હકીકતમાં પોતાની જાતનું વેંચાણ છે. આ સોદામાં તો પોતાનું અસ્તિત્વ જ રહેતું નથી, તો પછી ખુશ કોણ થશે? મન ખુદ વિચિત્ર છે. કામવાસના એની વિચિત્રતાના ગુણાકારો કરે છે, ને કામનો વિષય સ્વાધીન હોય, એટલે એ વિચિત્રતા બધી જ હદ વટાવી જાય છે. જો કામનું ભૂત ન વળગ્યું હોય, તો આ વિચિત્રતાને કોણ કબૂલ કરે ? કોણ એને પગે પડે ને કોણ એની ખુશામત કરે ? ખરેખર, સમજુ ને વિવેકીને પણ ગાંડોતૂર બનાવી દે છે કામ. तावन्महत्त्वं पाण्डित्यं, कुलीनत्वं विवेकिता । यावज्ज्वलति नाङ्गेषु, हन्त ! पञ्चेषुपावकः ॥ મહાનતા, વિદ્વત્તા, કુલીનતા અને વિવેકિતા - આ બધું ત્યાં સુધી જ હોય છે, જ્યાં સુધી માણસનાં દેહમાં કામવાસનાની આગ ફાટી ન નીકળે. એક વાર આ આગ લાગી એટલે ખલાસ. પછી એ બધાં જ ગુણો ન જાણે ક્યાંય જતાં રહેશે, ને એ માણસ ત્યાં સુધી નીચે ઉતરશે કે એ વાત જાહેર થાય, તો એ ४८ _આ છે સંસાર
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy