SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ આ છે સંસાર * ફક્ત સ્વાર્થની સગાઈ ૧૪ पिता माता भ्राता - ऽप्यभिलषितसिद्धावभिमतो, गुणग्रामज्ञाता न खलु धनदाता च धनवान् । जनाः स्वार्थस्फाता - वनिशमवदाताऽऽशयभृतः, प्रमाता कः ख्याता-विह भवसुखस्यास्तु रसिकः ॥ १४ ॥ પિતા હોય, માતા હોય કે સગો ભાઈ પણ કેમ ન હોય ? સ્વાર્થપૂર્તિ થતી હોય, તો એ બધાં સગાં છે, ને નહીં તો એ બધાં અજાણ્યા છે. અહીં આપણે ગમે તેટલાં સારા હોઈએ, આપણા સારાપણાને સ્વજનો જાણતા પણ હોય, ને એમની પાસે અઢળક રૂપિયા પણ હોય, તો ય આપણી જરૂર વખતે આપણને કશું જ મળી શકતું નથી. સ્વજનોને કશો ભાવ જ નથી એવું નથી. એમને ખૂબ ભાવ છે. ખૂબ ઉલ્લાસ છે. દિવસ-રાત હંમેશા થનગનાટ છે. પણ એક માત્ર પોતાના સ્વાર્થને સર કરવામાં. આ છે સંસાર. ફક્ત સ્વાર્થની સગાઈ. સંસાર જો ઓળખાઈ જાય, બરાબર ઓળખાઈ જાય, તો એના કહેવાતા સુખમાં કોઈ જ રસ ટકી શકે તેમ નથી. ।। ૧૪ ।। પિતા ક્યાં સુધી પિતા ? એ કમાતા હોય ને આપણું ભરણપોષણ કરતાં હોય ત્યાં સુધી. માતા ક્યાં સુધી માતા ? એ ઘરના કામ-કાજ કરી શકે ત્યાં સુધી. ભાઈ ક્યાં સુધી ભાઈ ? એ ભાઈ પાસે હાથ ન લંબાવે ત્યાં સુધી. પત્ની ક્યાં સુધી પત્ની ? એ અકસ્માત્માં વિકલાંગ ને કદરૂપી ન થઈ જાય ત્યાં સુધી. મિત્ર ક્યાં સુધી મિત્ર ? એના ધંધામાં મોટી ખોટ ન જાય ત્યાં સુધી. આપણે આખી જિંદગી ભ્રમમાં હોઈએ છીએ કે ‘આ બધાં સગાં-વ્હાલા છે. આ બધાને મારી સાથે સગપણ છે.' We are nothing but a ફક્ત સ્વાર્થની સગાઈ ૪૨
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy