SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ જ વાતોને જ્યાં સ્પષ્ટ રીતે ખોલીને આપણી સામે પ્રસ્તુત કરી દીધી છે, એનું નામ છે ભવસ્વરૂપચિંતન અધિકાર. I request you, આ બધું જાણીને શું કરવું ? એ તો આપણા હાથમાં જ છે. પણ આ બધું જાણવું જ નહીં, ને લોકપ્રવાહમાં જ તણાતા રહેવું એ એક જાતની આત્મહત્યા છે. આપણે જે દિશામાં દોડવા માંગતા હોઈએ એ દિશામાં છે શું ? એ જાણવું બેહદ જરૂરી છે. અને બીજી વાત એ છે કે એ દિશાની જાણકારી આપતા જે સાઈન બોક્સ આપણને લલચાવે છે, એ બોલ્સની સચ્ચાઈ જાણવી પણ એટલી જ જરૂરી છે. અનાદિકાળથી સંસારે આપણને છેતર્યો છે. બેસ્ટ પેકિંગમાં વેસ્ટ માલ આપણને પધરાવ્યો છે. એણે આપણને નવડાવ્યા ય છે ને રોવડાવ્યા પણ છે. પણ તો ય આપણા મનમાં ઊંડે ઊંડે એક વાત ઘર કરી ગઈ છે, કે “સંસાર સારો.” But here is a right Sign-board for us. SELL sis ca stilugi કલ્પના ય ન કરી હોય, સંસારનું એ સત્ય આ બોર્ડ પર સ્પષ્ટ લખેલું છે. એને વાંચીને કદાચ હૃદયને એક ધક્કો લાગશે, બુદ્ધિને આંચકો લાગશે, મન એનો ઈન્કાર કરવા માટે ઉછળી પડશે. વર્ષો જુનો અભિપ્રાય કદાચ ટસનો મસ નહીં થવાની જીદ પકડશે. But truth is a truth. એને આપણા ઈન્કાર કે વિરોધ સાથે કોઈ જ સ્નાન-સૂતક નથી. સત્યને સમજશું તો ફાવી જશું. અંધારામાં આંધળુકિયા કરવા જશું તો કૂતરાના મોતે મરશું. Please try to realise the truth. Wish you all the best. સરોવરના ત્રણ ફળ હોય છે. (૧) દાહોપશમ - એમાં ડુબકી લગાવવાથી શરીરની બળતરા મટી જાય. (૨) તૃષ્ણોચ્છેદ – એનું પાણી પીવાથી તરસ છિપાઈ જાય. (૩) મલપ્રક્ષાલન - એમાં સ્નાન કરવાથી શરીરનો મેલ ધોવાઈ જાય. અધ્યાત્મ સરોવરથી પણ આ જ ત્રણ ફળ મળે છે. પણ આધ્યાત્મિક સ્તરે. કોમ્પિ ૩ મહીપતદિવસમો હો - ક્રોધનો નિગ્રહ થાય એટલે આત્માનો બધો જ સંતાપ શમી જાય છે. નોહણ૩ મિાહી, તાવોદયો દોડ઼ - લોભ ઉપર કાબુ મળે એટલે તૃષ્ણા ખલાસ થઈ જાય છે. મૂર્તિઅધ્યાત્મનું ઉદ્ગમબિંદુ
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy