SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ અનુકંપાના કાર્યો કરનારે મને વાત કરેલ – “ઝૂંપડપટ્ટીમાં એવા ઘરો પણ હોય, જેનું કુલ ક્ષેત્રફળ આ ચાર લાદી જેટલું જ હોય, ફરક એટલો જ, કે આ લાદીઓ સીધી છે, ત્યાં એટલી જ જગ્યામાં ખાડા-ટેકરા હોય.” છત કે દિવાલ ન હોય એ હજી કદાચ સહ્ય બને, પણ જમીન ? સંસાર ઘરની આ સ્થિતિ છે. અહીં ગમે ત્યારે કામ ત્રાટકે છે. ને આખે આખી જમીન જ ખોદી નાખે છે. સદ્ગણ એ જમીન છે. “કામ”નો પ્રવેશ થાય એટલે બધાં જ સદ્ગણોની ખાનાખરાબી થઈ જાય છે. યાદ આવે યોગસાર - तावद्धैर्य महत्त्वं च, तावत् तावत् कुलीनता । कटाक्षविशिखान् यावन्, न क्षिपन्ति मृगेक्षणाः ॥ ધીરતા ત્યાં સુધી જ છે, મહાનતા અને કુલીનતા પણ ત્યાં સુધી જ છે, જ્યાં સુધી સ્ત્રીઓ કટાક્ષના બાણોને ફેંકતા નથી. હજારો ગુણોને ઘોળીને પી જવા એ કામ માટે એક સહજ ઘટના છે. तज ज्ञानं तच्च विज्ञानं, तत्तपः स च संयमः । सर्वमेकपदे भ्रष्टं, सर्वथा किमपि स्त्रियः ॥ તે જ્ઞાન, તે વિજ્ઞાન, તે તપ, તે સંયમ – આ બધું જ એક સાથે ખલાસ થઈ ગયું. ખરેખર, સ્ત્રીઓ માટે કયો શબ્દ વાપરવો એ જ ખબર પડતી નથી. દિવાલમાં બાકોરું હોય એ હજી ચાલી શકે, છતમાંથી પાણી ટપકતું હોય, તો ય કામ ચાલી જાય, પણ જમીન જ....??? ગૃહસ્થજીવન હોય કે સંયમજીવન, કામ બધું જ ખેદાન મેદાન કરી દે છે. ઘર”ની બીજી ટ્રેજેડી હોય છે - ઝઘડો. ગમે તેવો હાઈ-ફાઈ બંગલો હોય, સેંકડો તો એમાં સગવડો હોય, પૈસાની રેલમછેલ હોય, પણ જો એમાં અવારનવાર ઝગડાં થયા કરતા હોય, તો એ ઘર મટીને યુદ્ધભૂમિ બની જશે. સતત હાઈટેમ્પર, સતત તંગ વાતાવરણ, સતત કરફ્યુ જેવો માહોલ ને સતત કંકાસ... જાણે ભારત-પાકિસ્તાનની બોર્ડર. સંસારની સ્થિતિ બરાબર આવી છે. સતત ને સતત ખરાબ વિચારોનો મોરચો અહીં ચાલુ જ હોય છે. એ વિચારોનું અસ્તિત્વ એ પોતે જ બહુ મોટો ઝગડો છે. ઝગડો પણ માથું ખરાબ કરી દે આ છે સંસાર
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy