SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ બગાડતા હોય છે. વાસ્તવિક્તા તો આ છે. પછી તેમને તેવો બગાડવાનો આશય છે કે નહિં, એનાથી આપણા પક્ષે કોઈ જ ફરક પડતો નથી. સંપત્તિ એ બંધનનો ઉમેરો છે. કદાચ કશું જ ન હોત, તો આ જેલમાંથી છૂટવું ઘણું સહેલું બન્યું હોત. પણ બિચારો જીવ સંપત્તિના બંધનથી જકડાયેલો છે, એટલે આ કામ વધુ મુશ્કેલ બન્યું છે. જાતિનો અહંકાર, કોઈ લાભ મેળવ્યાનો અહંકાર, કુલ કે ઐશ્વર્યનો ગર્વ, બલ, રૂ૫ કે તપનો મદ કે જ્ઞાનનો અહંકાર આ બધી મળ-મૂત્ર જેવી ગંદકી છે, જે સંસારની જેલમાં ઉભરાઈ રહી છે. નિર્દય જેલરની જેલમાં કેદી જેમ પોતાના જ મળ-મૂત્રમાં ખુચેલો રહીને સડ્યા કરે તેમ સંસારમાં દોષોની ગંદકીમાં જીવો સડ્યા કરે છે. જેલમાં કેટકેટલા દરો હોય છે, કોઈમાંથી સાપ નીકળે, કોઈમાંથી વીંછી નીકળે, કોઈમાંથી ઉંદર નીકળે... ક્યારે કોણ કરડી ખાય એનો કોઈ જ ભરોસો નહીં. બરાબર આવી જ સ્થિતિ છે સંસારની. અહીં ક્યારે પગનો પેરાલિસિસ થઈ જાય કે આંતરાડનું અલ્સર થઈ જાય, એનો ભરોસો નથી. ક્યારે હાર્ટ એટેક આવી જાય કે બ્રેઈન હેમરેજ થઈ જાય, એ કહી શકાય એમ નથી. ચિત્ર-વિચિત્ર રોગો, ચિત્ર-વિચિત્ર ઘટના, ચિત્ર-વિચિત્ર પરિસ્થિતિઓનું નિર્માણ... આ છે સંસાર. શિરાએ શિરામાં સુરંગો ભરી છે, ગમે ત્યારે ફુટશે ધડાકાનો માણસ. હસતો-બોલતો-ખાતો-પીતો માણસ એક જ મિનિટની અંદર ઘરમાં માંસના પોટલારૂપે પાછો ફરે, એ શું અશક્ય વાત છે ? પિકનિક માટે નીકળેલો માણસ ફક્ત અંતિમયાત્રા માટે જ ઘર આંગણે આવે, એ શું નવી વાત છે ? કરોડોની કમાણી કરતો માણસ સાવ જ ખાલી થઈ જાય એવી શું સંભાવના જ નથી ? પ્રેમના પાત્ર બનેલ લોકો જીવ લેવા સુધી નીચે ઉતરી આવે, એ શું કદી બની જ ન શકે ? સાપ ને વીંછી ભરેલા દરો વચ્ચે જીવતા કેદી અને આપણા વચ્ચે હકીકતમાં શું ફરક છે ? ભયાનકથી ય ભયાનક જેલમાં સબડતા કેદીને જેમ પળે પળે એમાંથી ભાગી છૂટવાની ઈચ્છા હોય, એમ સમજુ વ્યક્તિને પળે પળે સંસારત્યાગની ઈચ્છા હોય. સમજદારીનું લક્ષણ પણ આ જ છે, અને સમજદારીનું ફળ પણ આ જ છે. Achieve it please. આ જીવનની સફળતા આની સિવાય શક્ય જ નથી. બિહામણો કારાવાસ ૨૬
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy