SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ નવ મહિના પેટમાં ભાર ઉંચકીને નરક જેવી પીડા સહીને જેને જન્મ આપ્યો, લેશ પણ અરુચિ વિના જેના મળ-મૂત્ર-કફ વગેરે હોશે હોશે સાફ કર્યા, ભૂખ્યા રહીને જેને જમાડ્યો, ઉજાગરા કરીને જેને ઉંઘાડ્યો, ભીને સૂઈને જેને સૂકે સૂવાડ્યો ને જેની પાછળ તન-મન-ધન બધી જ રીતે ઘસાઈ છુટ્યા એ જ દીકરો તમાચો મારવા જેવું કામ કરે એ વિશ્વાસઘાત નહીં તો બીજું શું છે ? મન આમ પણ ચર્ચાળ છે. વિષયસેવનની બાબતમાં એની ચંચળતા અનેકગણી બની જાય છે. કેટકેટલી સ્ત્રીઓને પત્નીરૂપે જોતો પતિ ને કેટકેટલા પુરુષોને પતિરૂપે જોતી પત્ની એ આ સંસારની કડવી સચ્ચાઈ છે. આ સ્થિતિમાં “મારો પતિ કે મારી પત્ની એ એક છળ-પ્રપંચ નથી તો બીજું શું છે ? યાદ આવે શાંતસુધારસ - ગર્ભિન્ન વિચિત્તવા - આત્માન્ ! શા માટે ખોટા મમત્વોમાં મોહાય છે ? હકીકતમાં આમાંથી કશું જ તારું નથી. તું જ તારી જાતને છેતરે છે, ને તું જ તારી જાતે દુઃખી દુઃખી થાય છે. ખબર છે મારું કશું પણ નથી, છતાં પણ છોડવાનું ગજું પણ નથી. અનાદિકાળની આ ભૂલને સુધારવાનો આ અવસર છે. વિવેકની જ્યોતિને પ્રગટાવવાનો આ અવસર છે. એક વાર એ જ્યોતિ પ્રગટે એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જવાનું. સ્વ અને પરનો ભેદ સ્પષ્ટ થઈ જવાનો, ને એની સાથે જ આ દર્દનાક પ્રપંચ પર પૂર્ણવિરામ મુકાઈ જવાનું. Come, Let's enlighten this light inside us. You are welcome. ૨૩ આ છે સંસાર
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy