SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ કોઈ જ બાંધછોડ કરવાની તૈયારી ન હોય, તો એ આત્મા બ્રહ્મચર્યનો પાર પામે છે. શાસ્ત્રજ્ઞાન, તપસ્યા તથા ઉગ્ર સંયમના બીજા લક્ષણો ચાહે ગમે તેટલા હોય પણ ગુરુકુલવાસ ન હોય, તો એ આત્મા પૂરે પૂરા જોખમમાં છે. કારણ કે નવ વાડનું તાત્ત્વિક પાલન પણ ગુરુકુલવાસમાં જ શક્ય છે. માટે જ પૂ. ઉમાસ્વાતિ મહારાજા તત્ત્વાર્થભાષ્યમાં કહે છે गुरुकुलवासो ब्रह्मचर्यम् ગુરુકુલવાસ એ જ બ્રહ્મચર્ય છે. જો મુનિ માટે પણ આ જ વાસ્તવિકતા હોય, તો ગૃહસ્થની શું વાત કરવી ? જો પવિત્ર રહેવું હોય, સદાચારને જાળવવો હોય, ચારિત્રની ચાદરને કાળી ન કરવી હોય તો સંયમજીવન લઈને ગુરુકુળવાસમાં સ્થિર થઈ જવું એ જ એક ઉપાય છે. વિજય શેઠ એ એક આશ્ચર્ય ઘટના છે. માટે જ એ ૮૪૦૦૦ સાધુઓની તોલે આવ્યા હતાં. ખુદ તીર્થંકરે આ પ્રમાણપત્ર આપ્યું હતું. બધાનો તો એમાં નંબર ક્યાંથી લાગી શકે ? આપણે ઈચ્છીએ તો આપણું બધું જ ધર્મ-ધન બચાવી શકીએ છીએ, ક્ષેમકુશળ આ જંગલને પાર કરી શકીએ છીએ, હંમેશ માટે આપણા ઘરમાં આરામ ફરમાવી શકીએ છીએ. If we wish. કામ-ભીલ હાથ ઘસતો રહી જશે. ખરેખર. ખતરનાક જંગલ ૨૦
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy