SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ એક પછી એક યાતના સહન કરતાં કરતાં છેવટે આ સંસારના કતલખાનામાં કપાઈ જઈએ છીએ. बन्धनानि खलु सन्ति बहूनि, प्रेमरजूकृतबन्धनमन्यत् । दारुभेदनिपुणोऽपि षडंहि નિયો મવતિ પst | બંધન તો ઘણાં ય હોય છે, પણ પ્રેમના દોરડાનું બંધન કંઈક ઓર જ હોય છે. ભમરો આમ તો લાકડાને ય કોતરીને નીકળી જાય છે. પણ જ્યારે સાંજના સમયે કમળનો રસ ચૂસતા ચૂસતા કમળ બીડાઈ જાય, ને ભમરો અંદર પૂરાઈ જાય. એટલે એ જેલને એ મંજૂર કરે છે, પણ કમળની કોમળ પાંખડીઓને કોતરવાનો વિચાર સુદ્ધા નથી કરતો. દેખીતી રીતે એ કમળમાં બંધાયેલો છે, પણ હકીકતમાં એ મોહમાં બંધાયેલો છે. આંખોને બંધ કરીને જોવાનો પ્રયાસ કરો. સંસારના કતલખાનામાં પતિપત્ની-પુત્ર વગેરેના સ્નેહનો ગાળિયો આપણા ગળે નાંખીને આપણને મુશ્કેટાટ બાંધી દીધાં છે. કષાયો ને વિષયો આપણને ઢોર માર મારી રહ્યા છે. લોહીલુહાણ થઈને આપણે કણસી રહ્યા છીએ. છેવટે યમરાજ નામનો ખાટકી આવે છે, આપણા પર મોટા છરાનો મરણતોલ પ્રહાર કરે છે, એક જ ઝાટકે આખી ય ગરદન કપાઈ જાય છે. લોહીનો ફુવારો ને કાન ફાડી નાખે એવી ચીસ... શું પહેલા નીકળ્યું એની આપણને ય ખબર નથી. ભયાનક રીતે તરફડી તરફડીને આપણે મરી જઈએ છીએ. ફરી નવો જન્મ... નવું બંધન... નવી યાતના... ને નવું મોત. આત્માના અનાદિકાળના ઈતિહાસનો આ સંક્ષેપ છે. અનંત અનંત અનંત ભવોની આ કોમન સ્ટોરી છે. શું આ જન્મ પણ આના માટે જ ? શું અનંત શક્તિનો માલિક આપણો આત્મા આ રીતે કૂતરાના મોતે મરી જશે ? ને ભવોભવ આ જ રીતે મરતો રહેશે ? શું આ જ છે આ જીવનનો અર્થ ? સંસારમાં આપણે બે જ રોલ કરીએ છીએ. એક પશુનો ને બીજો કસાઈનો. આ છે સંસાર - ૧૩
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy