SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ જ કેમ ? મન પણ બળે છે, જીવ પણ બળે છે. સુખ પણ બળે છે. આલોક પણ બળે છે ને પરલોક પણ ભડકે બળે છે. યાદ આવે ઈન્દ્રિયપરાજયશતક - परिहरसु तओ तासिं दिहिँ दिट्ठिविसस्स व अहिस्स । ___जं रमणीणयणबाणे चरित्तपाणे विणासंति ॥ જેની નજરમાં ય ઝેર હોય, એવા સાપને કોણ નજર સામે લાવે ? કોણ એનાથી દૂર ન ભાગે ? બરાબર એ જ રીતે નારીની દૃષ્ટિને પણ એવોઈડ કરવી જોઈએ. આ તો એ બાણ છે, જે ચારિત્રને ખતમ કરી નાખે છે. સંસારનું એક એક અંગ અંગારો છે. એને જ્યાંથી પણ અડો, તમારે દાઝવાનું છે, બળવાનું છે, ને ખૂબ ખૂબ પસ્તાવાનું છે. ભીતરમાં ભરેલી વિષયોની ભૂતાવળ આમાં દુકાળમાં અધિક માસ-નો ઘાટ ઘડે છે. કેટકેટલા વિકારોની આગ ઉમેરાય છે, ને ભડકે બળે છે આખો સંસાર. ખરો સવાલ એ નથી, કે આ સ્થિતિમાં સુખ હોઈ શકે કે નહીં? ખરો સવાલ તો એ છે, કે આ સ્થિતિમાં સુખ શોધનાર વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હોઈ શકે કે નહીં? Please, ask yourself, who are you? Normal or abnormal ? તમે જે પણ હો, જ્ઞાનીઓએ હવે તમને કશું જ કહેવાનું રહેતું નથી. જ આ આ છે સંસાર
SR No.034120
Book TitleAa Che Sansar
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages84
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy