SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૯O લવ યુ ડોટર | suggest you a book - BizS12 ABCD એમાં આ વિષયના સાયન્ટિફિક રિસર્ચની વાત છે. મારી વ્હાલી, ભારતીય સમાજજીવન એ સમાજજીવનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. યૌવનમાં પોતાના માતા-પિતાને હડધૂત કરનાર અને એમનાથી છૂટ્ટો થઈ જનાર પોતાના ઘડપણમાં પોતાના પુત્રો પાસે અપેક્ષા રાખી શકે ખરો? રાખે તો એની અપેક્ષા પૂરી થાય ખરી? પશ્ચિમી જીવન પદ્ધતિ સ્વાર્થી, સ્વકેન્દ્રિત અને લગભગ ઉદ્ધત પ્રકારની છે. આ રીતે જ સુખી થઈ શકાય એવી ભ્રમણાનો તેઓ ભોગ બન્યા છે. તેમને ખબર નથી, કે જે વસ્તુ સમાજના હિતમાં ન હોય, તે વ્યક્તિના હિતમાં પણ ન જ હોય. કારણ કે વ્યક્તિ પણ સમાજનો જ એક અંશ છે. નીતિવાક્યામૃતનું એક દિવ્ય સૂત્ર છે – वृक्षपातनेन फलावाप्तिः सकृदेव । વૃક્ષને પાડીને ફળની પ્રાપ્તિ ફક્ત એક જ વાર થઈ શકે છે. બેટા, શાંતિથી આ સૂત્ર પર વિચાર કરજે. જીવનના ઘણા રહસ્યો આ સૂત્રમાં છુપાયેલાં છે. Let's come to the last point - મોજમજા. તો એનું સીધું સમાધાન એ છે, કે મોજ-મજા એ મનની વ્યાખ્યા પર આધારિત હોય છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy