________________
૬૬
લવ યુ ડોટર એ પણ વાયુનું જ કાર્યક્ષેત્ર છે. પણ આપણને એ શ્રેષ્ઠ મુદ્રા પછાત લાગવા માંડી, આપણે English - ના રવાડે ચડ્યા
Lul English toilet. એમાં જે મુદ્રાથી શૌચ જવાય એ મુદ્રા તો શૌચની દૃષ્ટિએ -gradeની મુદ્રા છે. પરિણામ? કબજિયાત, અપચો, ગેસ અને જાત-જાતના રોગો. તો હવે શું કરવું? Please note this question-mark. આ પ્રશ્ન એમ નથી કહેતો કે English toiletનું શું કરવું? એને તો કોઈ આંચ ન આવવી જોઈએ, નહીં તો આપણે પછાત થઈ જઈએ. પ્રશ્ન તો એમ કહે છે, કે આ કબજિયાત ને ગેસ વગેરેનું શું કરવું? ડૉક્ટર આ પ્રશ્નકાર મહાશયોને ગોળી લખી આપે છે. એ ગોળીથી બહુ ફરક ન પડે, તો હાઈ-ડોઝ.. પૈસા ભલે વેડફાય, શરીર ભલે માંદું પડે, જતે દા'ડે ભલે ઑપરેશન્સ કરાવવા પડે, પણ આપણે Modern તરીકે ટકી રહેવું જોઈએ. Tell me my daughter, હકીકતમાં કોને જડ કહેવા જોઈએ? જૂના માણસોને કે પછી આવા Modernsને? મારી વ્હાલી, There is the same story of the dress also.