________________
૩૬
લવ યુ ડોટર
એ છોકરી એને વીંટળાયેલા લોકોને આ બધું જ બતાડે છે,
અને કહે છે
આ શૅમ્પૂ મેં વાપર્યો છે.
Tell me my daughter,
What will people feel for her ?
લોકોને એના માટે માન થશે ?
કે પછી નફરત છૂટી જશે ? કોણ એને જોવી પસંદ ક૨શે ?
આલબમની વાત જવા દે,
જે ક્રૂરતા મરઘીઓ પર, ઈંડાઓ ૫૨ અને સસલાંઓ પર કરવામાં આવી,
એ જ ક્રૂરતાનો ભાવ જો એના ચહેરા પર હશે,
કે એની વાણી કે વર્તનમાં એ ક્રૂરતાની છાંટ હશે,
તો એ કોઈને ય ‘સારી’ લાગશે ખરી ?
This is the fact.
દેખાતું સૌંદર્ય... દેખાવનું પ્રેમાળ સ્મિત... પ્રસ્તુત કરાતી આત્મીયતા. આ બધું જ છળ છે. પ્રપંચ છે.
સો બાળકોનું ખૂન કરીને આવેલો ગુંડો
એકસો એકમાં બાળકને પ્રેમથી ચૂમી ભરતો હોય,
એવું આ નાટક છે.
મારી વ્હાલી,
આ બધો પર્દાફાશ થાય,
તો દુનિયા જે હીરોઇનો ને મૉડેલોની પાછળ દોડે છે,
તેમના પર થૂંકે પણ નહીં.
This is clearly dual character
બેટા,
તું નક્કી કરી લે, કે તારે કેવા થવું છે ?
તને Transperancy ગમે છે ને ?
પ્રેમ અને કરુણા ગમે છે ને ?