________________
૩૦૯
PARENTING જાતે જોડાવું પડે છે અને ઘણી રીતે જોડાવું પડે છે. શ્રેષ્ઠ સંતાન પામવા માટે સ્વયં શ્રેષ્ઠ બનવું જરૂરી છે. જે માતા-પિતાના પોતાના જીવનમાં સંસ્કારોની સુવાસ ન હોય, તેઓ પોતાના વર્તન દ્વારા સંતાનોને કુટેવોનું જ શિક્ષણ આપતા હોય છે. પરિણામે સંતાનોનું અને તેમનું પોતાનું ભાવિ દુખમય બની જતું હોય છે. જે મા પોતે જ શેમલેસ ડ્રેસ પહેરતી હોય, શોપિંગ અને બ્યુટીપાર્લરની શોખીન હોય, ટી.વી.અને મોબાઈલની બંધાણી હોય, સહનશીલતા, વિનય, વિવેક વગેરે સદ્ગુણોની બાબતમાં દરિદ્ર હોય, તેણે સંતાન પાસેથી કોઈ જ આશા રાખવાનો કોઈ જ અર્થ નથી. મારી વ્હાલી, પહેલા નંબરની વાત એ છે કે મા-બાપનું પોતાનું જીવન અત્યંત સાત્ત્વિક હોવું જોઈએ. જે કાંઈ પણ અસત્ છે. ખરાબ-ગટું છે. તેનો તેમના જીવનમાં ઓછાયો પણ ન જ હોવો જોઈએ.