SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ DIET દેતી નથી. પરિણામ... અજીર્ણ અને રોગો. • ચંપલ વગેરે પહેરીને ન ખાવું : ખુલ્લા પગે ખાવું એ સુપાચન માટે જરૂરી છે. • વ્યગ્ર મને ન ખાવું : ટી.વી. વગેરે જોતાં, ગભરાટમાં, ગુસ્સામાં કે વિચારોના ધમસાણમાં ખાવાથી તે ભોજન બરાબર પચતું નથી. • ડાયરેક્ટ જમીન પર બેસી ન ખાવું? બાજોઠ કે આસન પર બેસીને ખાવું જોઈએ, જેથી શરીરની ઊર્જા ટકી રહે અને જઠરાગ્નિ મંદ ન થઈ જાય. • પલંગ વગેરે પર બેસીને ન ખાવું : ભોજન સમયે શરીરની જે સ્થિતિ હોવી જોઈએ, તે પલંગ વગેરે પર સંભવિત નથી. • ફરી ગરમ કરી ન ખાવું : તાજું ખાઓ અને ૪ કલાક પછી ફરી ગરમ કરીને ખાઓ એમાં એટલો જ ફરક છે જેટલો લાખ રૂપિયા અને ચાર-આનામાં ફરક છે. • પરમાત્માનું સ્મરણ કરીને ખાવું: એનાથી મન શાંત અને પ્રસન્ન બને છે. પરિણામે સમગ્ર પાચનતંત્ર વ્યવસ્થિત થઈ જાય છે. જમણા નાકથી શ્વાસ ચાલતો હોય નાકની ડાબી બાજુ બંધ કરીને બેત્યારે ખાવું : ચાર ઊંડા શ્વાસ લેવાથી જમણી નાડી ચાલું થઈ જાય છે. જેને સૂર્યનાડી કહેવાય છે. યોગ્ય પાચનક્રિયા માટે જમતી વખતે સૂર્યનાડી ચાલું હોય, તે ઉપયોગી છે. • ક્રમપૂર્વક ખાવું : ભોજનમાં ગળપણવાળી કે ઘીવાળી વસ્તુ હોય, તેને સૌ પ્રથમ ખાવી જોઈએ, ખારી, તૂરી કે પ્રવાહી વસ્તુ હોય, તેને વચ્ચે ખાવી જોઈએ, તીખી
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy