SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ લવ યુ ડોટર મારી વ્હાલી, પરંપરાના હાર્દને સમજ્યા વિના લાભ-નુકશાનનો વિચાર કર્યા વિના રેલીઓ કાઢવી, સ્વતંત્રતાના નારા લગાડવા અને મનુસ્મૃતિની નકલો બાળવી એ ખૂબ જ સહેલું છે. અઘરું અને કઠિન તો છે પરંપરાને ફગાવવાના પરિણામોનો સામનો કરવો. આજે લાખો નારીઓ આ કઠિનાઈને ભોગવી રહી છે. બેટા, પરંપરાએ એવું કહ્યું જ નથી કે નારીએ પિતા વગેરેના પગ નીચે કચડાતા રહેવું કે એમના ગુલામ રહેવું. જેને થોડું પણ સંસ્કૃત આવડતું હોય એ સમજી શકશે કે આ શ્લોક દ્વારા એમ જ કહેવાયું છે કે જુદી જુદી વય-અવસ્થામાં સ્ત્રીનું રક્ષણ કરવાની સંપૂર્ણ જવાબદારી એના પિતા, પતિ અને પુત્રની છે. કારણ કે સ્ત્રી પ્રકૃતિ સ્વયં સ્વસુરક્ષા કરી શકે એ શક્ય નથી. એની સ્વતંત્રતા – એનું એકલા હોવું, છુટ્ટા હોવું, સુરક્ષા વિના હોવું, નિયમ વિના – મર્યાદા વિના હોવું એ અત્યંત જોખમી હોવાથી ઉચિત નથી.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy