________________
FAMILY
જે રીતે પણ ભોગ આપવાનો આવે
ત્યારે આ જ કહેવત લાગુ પડતી હોય છે – ઘી ઢોળાયું ખીચડીમાં.
બેટા,
સાસુ-સસરા-નણંદોના ય અરમાનો હોય છે.
દીકરા અને ભાઈ પાસેથી તેમને પણ અપેક્ષાઓ હોય છે.
પોતે જે ઘ૨માં વર્ષોથી રહેતા હોય,
તેના પ્રત્યે તેમને આધિપત્યની લાગણીઓ જાગે
એ પણ સહજ છે.
આમ પણ સ્ત્રીસ્વભાવ લાગણીપ્રધાન હોય છે. એટલે બૌદ્ધિક રીતે એમનું વર્તન
ઉચિત અને આપણને ફાવે એવું જ હોય
એવો આગ્રહ રાખી શકાય એમ નથી જ. આ સ્થિતિમાં
જે નારી કજિયા કરી કરીને
વાતાવરણને તંગ કરે
અને પતિને મૂંઝવી દે
તે ખરેખર મૂર્ખ ઠરે છે.
સમજુ સ્ત્રી હંમેશા પતિના માતા-પિતા
અને ભાઈ-બહેન પ્રત્યે
આદરની લાગણીથી જુએ છે
અને એમને સમજવા પ્રયાસ કરે છે.
એ બરાબર સમજે છે.
કે તર્કો, દલીલો અને ખેંચતાણોથી પરિસ્થિતિ બગડે છે. ને મન ખાટા થાય છે.
૨૨૯