SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ લવ યુ ડોટર કુહાડો મારવા જેવું છે. સંયુક્ત પરિવાર એ ઘેઘુર વડલો છે. એના વિના સંસારનો તડકો વધુ લાગે છે. એ એક છત્ર છે બેટા. કદી પણ છત્રભંગ ન થવા દેતી. 2015 sis22 Children specialist 9. વર્ષોથી practice કરે છે. એમણે પોતાનો experience લખ્યો છે. પહેલા મારે ત્યાં પેશન્ટની સાથે એના મમ્મી અને દાદી આવતાં. મમ્મીને માતૃસહજ લાગણીથી બાળકની બહુ જ ચિંતા થતી હોય, ત્યારે એના સાસુ એને સમજાવે, કે “નાની ઉંમરમાં આવું બધું તો થાય, દાંત આવતા હોય તો ઝાડા ય થાય, પવન લાગી જાય તો શરદી ય થાય, ને ઋતુ બદલાય એટલે તાવ પણ આવે. ક્યારેક સ્થળ બદલાય એટલે સુસ્તી જેવું લાગે. એમાં આટલી ચિંતા કરવાની જરૂર નથી. તું એક કામ કર, ઘરે જઈને આરામ કર. મને આમ પણ ઊંઘ ઓછી આવે છે. રાતે મુન્નો ઉઠશે તો હું સંભાળી લઈશ. ઉજાગરાથી તારી તબિયત બગડશે તો નાહક મુશ્કેલી થશે.” સંયુક્ત પરિવારની આ મધુરતાને હું માણી રહેતો. પણ હવે ચિત્ર બદલાયું છે.
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy