________________
૧૯૦
લવ યુ ડોટર પતિના હાલ-હવાલ કરી નાખે છે. તેમને ખબર નથી હોતી કે તેઓ જે ડાળ ઉપર બેઠી છે તેને જ કાપી રહી છે. ગજા ઉપરાંતનું કામ અને ટેન્શન પતિને માંદલો બનાવે... ઉદાસ અને ચીડિયો બનાવ... અને અકાળે ઘરડો બનાવે... આ બધી જ પત્નીને થયેલી એક પ્રકારની કઠોર સજાઓ જ છે ને ?
છગન ને મગન બંને ભેગા થયાં. બે ય સાવ ઉદાસ હતાં. દીવેલ પીધાં જેવા બંનેના ચહેરા હતા. છગન મગનને પૂછ્યું,
તું કેમ ઉદાસ છે ?” મગન કહે, “મારી પત્નીની આંખમાં રેતીની કણી ઘુસી ગઈ. ટ્રીટમેન્ટમાં ૫૦OOની ઉઠી.” છગન કહે, “તારે તો સસ્તામાં પતી ગયું, મારી પત્નીની આંખમાં તો પડોશણનો નેકલેસ ઘુસી ગયો. ૫ લાખની ઉઠી.”
My dear, ઇચ્છાઓને પૂરી કરવા માટે કમાનાર પર દબાણ કરવું કે જાતે કમાવા જવું એ નારી માટે શોભાસ્પદ નથી.