SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬) લવ યુ ડોટર વડીલો એ આપણું કવચ છે. કવચ જરાક ખેંચે કે જરા ઘસરકો કરી દે એ શક્ય છે. પણ એટલા માત્રથી એને ફેંકી ન દેવાય. એ દૂર થાય એટલે શસ્ત્રોના મરણતોલ પ્રહારો આપણને પીંખી નાખ્યા વિના ન રહે. બની શકે કે શેઠને આધીન રહેવામાં ક્યારેક શેઠને વધુ લાભ થતો હોય. વડીલો પ્રત્યે સમર્પિત રહેવામાં આપણા પક્ષે જ વધુ લાભ છે. કારણ કે આ સમર્પણ આપણને જે ચારિત્રનો ઉપહાર ધરે છે જે સુખ-શાંતિનું સ્વર્ગ આપે છે એનું મૂલ્યાંકન કરવું શક્ય જ નથી. આગમોમાં કહ્યું છે – एवायरियं उवचिट्ठएज्जा મviતનાળોવો વિ સંતો | દશવૈકાલિક સૂત્ર | શિષ્ય કદાચ અસીમ જ્ઞાન પામી જાય, તો ય એણે ગુરુના પ્રત્યે પૂર્ણ સમર્પિત બની રહેવું જોઈએ. કારણ કે સમર્પણમાં જ ચારિત્રની સુરક્ષા છે. મારી વ્હાલી, સંસારમાં વડીલો એ ગુરુજનો હોય છે. આપણે કદાચ તેમનાથી વધારે સમજદાર,
SR No.034119
Book TitleLove You Daughter
Original Sutra AuthorN/A
AuthorPriyam
PublisherAshapuran Parshwanath Jain Gyanbhandar
Publication Year2018
Total Pages382
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size71 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy