________________
૧૩૬
(૪) સાત્ત્વિક દર્શન :
As above.
લવ યુ ડોટર
જે આપણને ‘સારા' બનાવી દે
I mean,
તે સાત્ત્વિક દર્શન.
દેશી-વિદેશી ટી.વી. ચૅનલો, સિનેમા, વીડિયો, ઇન્ટરનેટ અને મોડર્ન ડ્રામા વગેરે
Most of આનાથી બિલકુલ ઊંધું કામ કરે છે. મારી વ્હાલી,
આજની દુનિયામાં એક બાળક મોટો થાય
ત્યાં સુધીમાં હજારો કે લાખો વાર
ખૂન, ચોરી, બળાત્કારો અને અત્યાચારો જોઈ ચૂક્યો હોય છે.
Can you imagine ?
આ બધાં જ તામસી દશ્યો એના પર કેટલી
ખરાબ અસર પાડતાં હશે ?
અમેરિકાની સ્કૂલ્સમાં હજારો છોકરાઓ ગન લઈને જાય છે,
ક્યારે કોના મગજની કમાન છટકે
ને આડેધડ ગોળીઓ છૂટી જાય
એનો ત્યાં કોઈ જ ભરોસો નથી,
આનું કારણ ટી.વી. છે.
યુરોપની સ્કૂલ્સમાં જ ઍબોર્શન અને બેબીસીટર્સની
વ્યવસ્થાઓ કરવી પડી છે,
તેનું કારણ ટી.વી. છે.
આજના માણસને વધુ ને વધુ એગ્રેસીવ બનાવવામાં
હદ બહારનો ગ્રીડી બનાવવામાં
અને સ્વભાવનો વિચિત્ર બનાવવામાં
ટી.વી.નો ઘણો મોટો હાથ છે.