________________
CHARACTOR
આપણી સાંસ્કૃતિક જીવનશૈલીમાં શીલ અને લજ્જા જીવતાં હતાં,
સૌંદર્ય અને શણગાર જીવતા હતાં
અને સચોટ શબ્દોમાં કહું,
તો સ્ત્રીત્વ જીવતું હતું.
બેટા,
૧૦માંથી ૧૦ જાય તો ૦ બાકી રહે છે.
પણ
જો સ્ત્રીમાંથી સ્ત્રીત્વ જતું રહે,
તો હોનારત બાકી રહે છે.
એક કડવું સત્ય એ છે
કે આધુનિક લોકો જેને નારી-સ્વાતંત્ર્ય કહેતા હોય છે, એ actualy નારીની સ્મશાનયાત્રા હોય છે.
ને પછી કહેવાતો વિકાસ
એ મડદાંના શણગારથી વધુ કશું જ રહેતો નથી.
સ્ત્રીત્વની હિંસામાં
મને વર્તમાન સમયનો સૌથી મોટો અપરાધ દેખાઈ રહ્યો છે.
જેનાથી કદાચ આપણો સમગ્ર સમાજ
સર્વનાશના ખપ્પરમાં હોમાઈ જશે.
મારી વ્હાલી,
‘સ્ત્રીત્વ’ એ જ સમાજજીવનની સંજીવની છે.
એ જીવશે
તો સમાજ જીવી જશે.
૧૨૫