________________
લવ યુ ડોટર ઇરાનના તત્ત્વજ્ઞ લુકમાન એક વૃક્ષ નીચે બેઠાં છે. કેટલાંક જિજ્ઞાસુઓ આવીને એમને પ્રશ્ન કરે છે, “આપણા શરીરનું શ્રેષ્ઠ અંગ કયું છે?” લુકમાને જવાબ આપ્યો – “જીભ.” “અને સૌથી ખરાબ અંગ ?” તેમણે બીજો પ્રશ્ન કર્યો. “જીભ.” લુકમાને એ જ અદાથી જવાબ આપ્યો. જિજ્ઞાસુઓ એક-બીજાની સામે જોવા લાગ્યાં. લુકમાને કહ્યું, “શ્રેષ્ઠ અંગ જીભ છે, કારણ કે એ મડદાંને પણ બેઠાં કરી શકે છે, સૌથી ખરાબ અંગ પણ જીભ છે, કારણ કે એ જીવતાને પણ ઊભા ને ઊભા ચરી શકે છે.
This is a fact my daughter, The tongue is the instrument of the greatest good & the greatest evil that is done in the world. મહાભારતનું મૂળ શું હતું? “આંધળાના દીકરા આંધળા” આટલું એક જ વાક્ય ને ? કૌરવોનો યુદ્ધમાં વિનાશ થયો, એ સાચું, પણ દ્રૌપદીએ ય પોતાના પાંચ પુત્રોને ગુમાવ્યા. શું ફાયદો થયો દ્રૌપદીને ? મારી વ્હાલી, શબ્દ એ શસ્ત્ર કરતાં પણ વધુ ભયંકર થઈ શકે છે.