SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ જણાવવા વિનંતી અને જો આપને આ ગાઈડ ઉપયોગી થઈ હોય તો પણ અવશ્ય જણાવશો. પ્રતિક્રમણ બોલાવવાની કળા, એમાં ઉચ્ચારણ શુદ્ધિ વગેરે બાબતો પાનાં નં. ૯માં ચર્ચવામાં આવી છે. તે જ પ્રમાણે વિધિ પણ મૂળ પુસ્તકમાં સમજાવેલી છે એ પ્રમાણે સમજીને કરવી જોઈએ, પણ ઘણા લોકો ખમાસમણાંમાં આવર્તઃ ખોટી રીતે હાથ ઉપરથી નીચે કરીને સમજણ વગર કરે છે. હકીકતમાં હાથ નીચેથી ઉપર આવવા જોઈએ. અને જ્યાં બે અક્ષર છે ત્યાં ગુરુના ચરણને સ્પર્શીને પોતાના લલાટના મધ્ય ભાગમાં અંજલિનો સ્પર્શ થવો જોઈએ. જ્યાં ત્રણ અક્ષર છે ત્યાં ગુરુના ચરણોને, પોતાના વક્ષસ્થળ પાસે અને પોતાના લલાટે સ્પર્શ થવો જોઈએ. આ વિધિ મૂળપુસ્તક પ્રમાણે બરાબર સમજી લો. પ્રતિક્રમણમાં આપણે આત્માને લાગેલા દોષોનું પ્રતિક્રમણ કરીએ છીએ પણ દિવસના બાકીના ૨૨-૨૩ કલાક દરમિયાન કર્મના આશ્રવને અટકાવવા આપણે એટલી જ જાગૃતિ રાખવાની છે. એટલે કે ધર્મને દૈનિક જીવનમાં થતી દરેક પ્રવૃત્તિમાં કેવી રીતે વણી લેવો એ બાબતે છેલ્લા ચેપ્ટરમાં ઘણાં સૂચનો કરેલાં છે. તથા ભત્તે ફોર્મ્યુલા, સામાયિકની સમયમર્યાદા વધારવાની વિધિ, વગેરે ઘણી માહિતી આપેલી છે જે ઉપયોગી બની રહેશે. ક્ષમાપના: આ પુસ્તકમાં જિન આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ લખાયું હોય, સૂત્રોનું લખાણ લખવામાં કોઈ ત્રુટિ રહી ગઈ હોય, કોઈ પણ પ્રકારે જ્ઞાનના ૧૪ અતિચારમાંથી કોઈ દોષ લાગ્યા હોય તો અરિહંત, સિદ્ધ, ભગવંત, ગુરુની સાખે તસ્સ મિચ્છામિ દુક્કડમ્. પ્રતિક્રમણને લગતી દરેક બાબતોમાં પ્રતિક્રમણનું મૂળ પુસ્તક જ આધારભૂત છે અને હંમેશા રહેશે. આ ગાઈડનો ઉદ્દેશ મૂળ પુસ્તકનું સ્થાન લેવાનો નથી, પરંતુ પ્રતિક્રમણને સરળતાથી કંઠસ્થ કરવામાં ઉપયોગી થાય એ જ આ ગાઈડનો મૂળ ઉદ્દેશ છે. આજના જમાનામાં બધાને તાત્કાલિક પરિણામ જોઈએ છે, આપણી સહનશક્તિ, ધીરજ ઓછી થઈ ગઈ છે, શારીરિક માનસિક શક્તિ પણ ક્ષીણ થઈ ગઈ છે એવામાં આવા મેથોડિકલ શોર્ટકટની જરૂર છે. E-mail: dhirdirect@gmail.com, ddgalanc@gmail.com Phone: 9867554717 / 8369522525 - ધીરજ દામજી પાસુ ગાલા (નવીનાર, ઘાટકોપર) તા. ૨૧-૦૩-૨૦૧૮, ચૈત્ર સુદ ૫, સં. ૨૦૭૪
SR No.034111
Book TitlePratikraman Guide
Original Sutra AuthorDhiraj Damji Pasu Gala
Author
PublisherAath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai
Publication Year2018
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy