SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ :: પ્રતિક્રમણ વિશે ધ્યાન યોગ્ય બાબતો : ઘણા ઓશન છે... (૧) આપણે પણ એને જવાબમાં અપશબ્દો કહી દઈએ. (૨) શાંત અને મૌન રહીએ (૩) હમણાં શાંત રહીને પછી જોઈ લઈશ એમ વિચારીએ વગેરે વગેરે... જો આપણે કર્મોની થીઅરી સમજતાં હોઈએ તો બીજી પસંદગી આપણને સૂઝી આવે છે. આવી સ્થિતિઓમાં ઉત્તમ તો એ છે કે આપણે બે પળો શાંત રહીને વિચારીએ અને પછી નિર્ણય લઈએ કે કેમ આગળ વધવું. ૯૯ ટકા શક્યતા છે કે આપણે બીજો રસ્તો પસંદ કરીને શાંત, મૌન રહીશું, કેમકે આપણને ખબર છે કે સામાવાળો હમણાં પોતાના ભાનમાં નથી અને આપણે કંઈ પણ કહીશું તો એના મગજમાં નહીં જ ઉતરે. એવી જ રીતે પ્રતિક્રમણમાં જો આવી સ્થિતિ આવી જાય તો બે પળ થોભી, વિચાર કરો કે પ્રતિક્રમણનો ક્યો પાઠ તમે બોલાવી રહ્યા છો અને હવે શું બોલાવવાનું છે. આમ કરવાથી ભૂલ થવાની શક્યતા ઘટશે. જો કે આમ બોલવું બહુ સરળ છે પણ કરવું ઘણું અઘરું છે, પણ આપણે પ્રયત્ન કરી ધીમે ધીમે આપણા મનને કેળવવું જ પડશે. અબ્રહ્મચર્યના પચ્ચખાણ લેવાની વિધિઃ આમ તો આપણે ગુરૂદેવની પાસેથી જ આ પચ્ચખ્ખાણ લઈએ છીએ. પણ ક્યારેક એવા ગાઢાગાઢ સંજોગો માંદગી, અકસ્માત) ઊભા થાય છે જ્યારે કચ્છ જવું શક્ય નથી હોતું ત્યારે કોઈ કલ્યાણ મિત્ર કે જ્ઞાની સ્ત્રી /પુરૂષ પાસેથી બ્રહ્મચર્ય વ્રત આ પ્રમાણે લેવું. પહેલાં આત્માને લાગેલા પાપ-દોષોની આલોયણા કરવી. પછી “ચોથું સ્થૂલ મેહુણાઓ વેરમણઃ મૂળ થકી અબ્રહ્મચર્યસેવવાના પચ્ચખાણ , જાવજીવાએ દેવતા જુગલિયા સંબંધી ન કરેમિ ન કારવેમિ, મણસા, વયસા, કાયસા, છે કોટિએ પચ્ચખ્ખાણ , મનુષ્ય તિર્યંચ સંબંધી એક કાયાની કોટિએ કરી પચ્ચખ્ખાણ. તેમાં સ્વપ્નમાં વ્રત ભંગ થઈ જાય તથા સંઘટો ફરસના થઈ જાય, માંદગીના કારણે અરસપરસ એક બીજાના શરીરની સેવા કરવી પડે વગેરે તે ઉપરાંત એક કાયાની કોટીએ સોય દોરાને આકારે જાવજીવાએ | કે ... સુધી અબ્રહ્મચર્ય સેવવાના પચ્ચખાણ , ન કરેમિ કાયસા તસ્તભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્રાણ વોસિરામિ (બીજાને આપતી વખતે વોસિરે બોલવું). સંજોગો અનુકૂળ થતાં કચ્છમાં જઈ પચ્ચખાણ ગુરુદેવ પાસે લઈ લેવા. (૨૪).
SR No.034111
Book TitlePratikraman Guide
Original Sutra AuthorDhiraj Damji Pasu Gala
Author
PublisherAath Koti Nani Paksha Sthanakvasi Jain Sakal Sangh Mumbai
Publication Year2018
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy