SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પુત્ર 1194 11 www.kpaatilh.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકભાષામાં-ગૂજરાતીમાં તેમણે અનેક રાસ, ચોપાઈ, સ્તવન, સ્વાધ્યાય સઝાય, પદ આદિ રચ્યાં છે કે જેની વિગતવાર સૂચિ માટે જુઓ મારો ‘જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧ પૃ. ૩૩૧ થી ૩૧ અને ભાગ ૩ પૃ. ૮૪૬ થી ૮૭૫. તેમાં સીતાશમ ચોપાઇનો રચ્યા. સંવત્ ૧૬૮૦ આપેલ છે તે ભૂલ છે-તે મેડતામાં રચાઈ કે જ્યાં નલદમયંતી ચોપાઈ સં. ૧૬૭૩ માં રચાઈ છે. ને જેના આગ્રહથી તે રચાઈ તેના સગાના આગ્રહથી સીતારામ ચોપાઈ રચાઈ છે. તેથી તેનો રચના સંવત્ ૧૬૭૩ જોઇએ. તેમની આ ભાષાકૃતિઓ જોતાં તેઓ પોતાના જમાનામાં એક સારા કવિ હતા એમ સ્પષ્ટ જણાય છે, તેમની શિષ્યપરંપરામાંથી એકે તેમને ‘કવિશય’ કહ્યા છે તે યથાર્થ છે. આમ છતાં તેમની મોટી કૃતિઓમાંથી માત્ર એક કૃતિ નામે ચારપ્રત્યેકબુદ્ધ રાસ-ચોપાઈ એ પ્રકાશક હાથે મુદ્રિત થયેલ છે (પ્ર૦ ભીમશી માણેક અને આ॰ કા મ મૌ૦૭) શોક અને લજ્જાનો વિષય છે કે તેમની બીજી કૃતિઓ પ્રશ્ન સમક્ષ મૂકાઈ નથી, પુસ્તક પ્રકાશિની સંસ્થાઓ જૈન સમાજમાં ઘણી છે. છતાં તે પૈકી કોઇનું આ પ્રત્યે લક્ષ ગયું નથી. હજુયે તે ચેતશે ? અને આ કવિની કૃતિઓને પ્રકાશમાં લાવશે ? આ કવિએ તો મરતાં સુધી કાવ્ય, પો વગેરે રચ્યાં જ કર્યાં છે, છતાં તેના વારસોએ—આપણે તે પર દૃષ્ટિ પણ ફેરવી નથી ! ! ‘ઋગ્યા ત્યાંથી સવાર' ગણી આ અને આવા બીજા નામી જૈન કવિઓનું ગૂર્જર પદ્ય સાહિત્ય બહાર પાડી તેમના પ્રત્યેનું ઋણ અદા કરવા માટે આપણા શ્રીમંતો આપણી સાહિત્યસર્રામતિઓ કટિબદ્ધ થશે અને જૈનેતર ગૂજરાતી કાવ્યસામગ્રી સાથે તેનો મુકાબલો કરાવશે. સ. ૧૬૪૯ માં ખરતર ગુચ્છના નાયક શ્રી જિનચંદ્રસૂરિ સાથે આપણા નાયક લાહોર ગયા હતા; તે વર્ષમાં અકબર બાદશાહે કાશ્મીરમાં જી વખત ચડાઈ લઈ જવાની તૈયારી કરી. સમયસુંદરજીએ રસનો થપ્તે સૌચત્—એ વાક્યના આઠ લાખ અર્થવાળો ગ્રંથ નામે અષ્ટલક્ષી-અપરનામ અર્થરભાવથી સં. ૧૬૪૯ માં (ત્યાં સંવત્ ૧૬૪૬ છપાયો છે તે નહિ, કારણ કે સંત્-સૂચક રસ શબ્દનો અર્થ શૃંગારાદિ રસ ૯ હોવાનો છે) લાહોરમાં પૂર્ણ કર્યો, તેમાં છેવટના ભાગમાં પોતે જણાવે છે કે:--(માફ), સંવત્ ૧૬૪૯ (ગુજરાતી ૧૯૪૮) ના શ્રાવણ શુકલ ૧૩ દિને સંધ્યાસમયે કશ્મીરદેશ પર વિજય કરવાના ઉદ્દેશથી રાજ રામદાસની વાડીમાં પ્રથમ પડાવ નાંખી રહેલા અકબર બાદશાહ જલાલદીને ખાનદાન શાહજાદા સલેમ સુલતાન તથા સાર્મત મંડલિક રાજઓથી ભરેલી રાજસભામાં અનેક વૈયાકરણ, તાર્કિક, વિદ્વાનો અને ભટ્ટો સમક્ષ અમારા ગુરુવર્ય યુગપ્રધાન For Private and Personal Use Only *(t ઉપધાન ॥ ૧૫ ॥
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy