SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra કલ્પસૂત્ર || ૧૩ || www.kpaatilh.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫ જ્ઞાન—એ પાંચ શ્રીઋષભદેવને ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયાં અને પરિચનેર્વાણ અભિજિત નક્ષત્રમાં થયું. આમાં ઉત્તરાષાઢામાં થયેલ પાંચ ‘વસ્તુ” માં રાજ્યાભિષેકને બતાવેલ છે, છતાં તે રાજ્યાભિષેક–દિનને કલ્યાણક દિન નથી ગણી શકાતો. શ્રીહરિભદ્રસૂરિ જેવા મહાસમર્થ પ્રાચીન આચાર્યના ચાવાપંચાશકમાં અને તે પરની શ્રીઅભયદેવસૂરિની ટીકામાં પ્રભુનાં શ્રીમહાવીરના પાંચ કલ્યાણક તિથિ, પક્ષ, માસ આપીને ગણાવેલ છે ને તેમાં ગલાંપઢારનો દિન કલ્યાણક તરીકે નિર્દિષ્ટ કર્યો નથી. આમ તપાગચ્છના પંચકલ્યાણૂકવાદનું મંતવ્ય છે, અને બીજી બાજુ ખરતરગચ્છનો ષટકલ્યાણકયા છે. મૂળ સૂત્રમાં 'કલ્યાણક એવો શબ્દ નથી; અમુક નક્ષત્રમાં શું બન્યું તે જણાવ્યું છે. ચ્યવનાદિ સાથે ગર્ભાપહાર ગણાવ્યો માટે ચ્યવનાદિને કલ્યાણક ગણીએ તો ગર્ભાપહારને પણ કલ્યાણક ગણવો જોઇએ, એમ એક કહેછે તો બીજો કહેછે કે અમુક નક્ષત્રમાં ચ્યવનાદિ બન્યું અને તેજ નક્ષત્રમાં ગર્ભાપહાર બન્યો હોય તેથી સાથે સાથે જણાવાય, તેથી ચ્યવનાદિની ‘કલ્યાણુક’ની કોટિ ગર્ભાપહારને પ્રાપ્ત થતી નથી. આમ અર્થભેદ કરી તેપર માન્યતાભેદ ખડો થયો છે; માન્યતાભેદને લઇને હૃદયભેદ-કલેશ, ગાલિપ્રદાન, તિરસ્કાર, શબ્દ સંગ્રામ ન થવા ઘટે. આમાં સિદ્ધાંતભેદ જણાતો નથી; અનુદારતા અસહિષ્ણુતાને સ્થાન નથી. પંચમી-ચતુર્થાંવાદ-પર્યુષણા પર્વનો અત્યદિન-સાંવત્સરી પર્વ ભાદ્રપદ શુદ પંચમી છે, પણ કાલિકાચાર્યજીએ અમુક કારણવશાત્ શાસનશોભા અને હિતાયેં તે ફેરવી ચતુર્થમાં તેનું પ્રવર્તન કર્યું; આ ચતુર્થાંમાં ખરતર અને તપા એ બંને ગચ્છો માને છે, જ્યારે અંચલગચ્છ આદિ પંચમીમાં માને છે. ધર્મ પક્ષો પાડવાનું શિખવતો નથી, જુદી જુદી માન્યતાઓ પર વાડા-પક્ષો ઉભા કરવા એ ધર્મનો દુરૂપયોગ ગણાય. એવા ઉપયોગથી ધર્મને અલગ રાખવો ઘટે. ધાર્મિક સંસ્થાઓમાં સંકુચિત માનસ કાર્ય કરે છે ત્યારે ઝઘડા ઉત્પન્ન થાયછે, અને તેથી ધર્મ વગોવાય છે-અવહેલના પામે છે. આવા ઝઘડાથી ત્રાસીને ધર્મને ખુદને નકામો નિરર્થક ગણવાની વૃત્તિ કેટલાકની થાયછે તે પણ અયોગ્ય છે. ધર્મ માનવજીવનમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. દરેક મનુષ્યની પ્રકૃતિમાં જ ધર્મનાં બીજ રહેલાં છે. એ ધર્મબીજનો વિકાસ મનુષ્યને ઉદાત્ત, વિશાલહૃદયી અને સુસંસ્કારી બનાવવામાં અને તેવો ને તેવો વ્યક્તિગત અને સમૂહગત જીવનમાં સદોઢિત રાખવામાં પ્રબલ કારજ્જુભૂત થાયછે. જૈનધર્મ તો રહ્યો અનેકાંતવાદી For Private and Personal Use Only ઉપોદ્ઘાત || ૧૩ ||
SR No.034110
Book TitleKalpasutra Kalpalati Tika
Original Sutra AuthorBhadrabahuswami
AuthorSamaysundar Gani,
PublisherJinduttasuri Gyanbhandar
Publication Year1939
Total Pages628
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy