SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ દૂરથી જ ધરણીતલ ઉપર પ્રતિષ્ઠિત થયેલું ત્રણ ગઢસ્વરૂપ સમવસરણ જોતાં જ મારી આંખો જાણે ઠંડીગાર બની ગઈ શું અદ્ભુત એનું આકર્ષણ હતું? ધર્મ નહિ પામેલા છે પણ એની દિવ્ય આકર્ષકતાથી એક વાર તો ખેંચાઈ જ આવે. આ સમવસરણ ગોળાકાર [કવચિત્ તે ચોરસ પણ હોય છે.]હતુ. તે ત્રણ વિભાગરૂપ હતું. તેને કુલ ૨૦ હજાર પગથીયાં હતાં. સમવસરણને પહેલો ગઢ ચાંદીને હતો અને તેના કાંગરા સેનાના હતા. બીજે ગઢ સેનાને હતા. અને તેના કાંગરા રત્નના હતા; ત્રીજે ગઢ રત્નને હતા અને તેના કાંગરા માણિકયના હતા. પહેલા ગઢમાં વાહને હતા; બીજામાં પશુઓ હતા અને ત્રીજામાં દેવ, દાનવ, માનવો હતા. પ્રભુની વાણીને અતિશય જ એવો હતો કે સહુને તે સંભળાતી અને પોતપોતાની ભાષામાં જ પરિણામીને કાને અથડાતી આથી પશુઓ પણ પરમાત્માની વાણીને સાંભળી, સમજી શકતા. હજારો પગથી ચડતાં કેઈને થાક જ ન લાગે તે ય તારક પ્રભુના અતિશયને જ મહિમા હતે. મને ખબર પણ ન પડી કે હું ક્યારે સમવસરણના ! ત્રીજા ગઢના છેલ્લા પગથીએ આવીને ઊભે. ७८ Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy