SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ Gરહેdષ્યાળા , અને મેં પરમાત્માને નમ્રભાવે પ્રાર્થના કરતાં કહ્યું કે, “હે પ્રભુ! આપ મારા મનમંદિરમાં પધારો; જેથી કોઈ અશુભ તત્ત્વનો પ્રવેશ ન થાય.” તરત જ પદ્માસનની મુદ્રામાં [પાષાણના પ્રતિમાજી સ્વરૂપ બિરાજમાન પ્રભુ એ જ સ્વરૂપમાં મારા મનેમંદિરમાં પધારી ગયા. જે દિશામાં મારું મુખ હતું તે જ દિશા સન્મુખ થઈને પ્રભુ બિરાજમાન થયા હતા. જાણે કે અગીઆર ઈચના શ્વેત વર્ણના પાષાણુના પ્રતિમાજી જ બિરાજી ગયા ન હોય ! પ્રભુના બિરાજમાન થતાંની સાથે જ તે કૃપાના પરમ પાવનકારી સંગથી મારા સકળ આત્મ પ્રદેશમાં કોઈ અદૂભુત ચૈિતન્યનો સંચાર થવા લાગ્યો. એક પછી એક એવી સાત અવસ્થાનો મેં અનુભવ કર્યો. ૧. પ્રભુ અનંત કરુણામય હતા; તેમના સંગથી મારો આત્મા કરૂણામય થઈ ગયો. ૨. પ્રભુ અનંત આનંદમય હતા તેથી મારો આત્મા અનંત આનંદમય બની ગયો. ૩. પ્રભુ અનંત સુખમય હતા; મારો આત્મા પણ અનંત સુખમય બની ગયો. ૮. પ્રભુ જ્ઞાનમય હતા; મારો આત્મા જ્ઞાનમય બની ગયો. ૭૩ Scanned by CamScanner
SR No.034077
Book TitleArihant Dhyan
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year1982
Total Pages111
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy