SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૮મું. ક્ષેમસૂરિનું આત્મકથન. જ ના છે ધાતાના ખેલ વિચિત્ર છે. પૂર્વમાં જઈને ઉત્તરમાં નીકળતાં હેને એવું સરસ આવડે છે કે એની અકળ ગતિનું રહસ્ય પામર મનુષ્યથી . પામી શકાય તેમ નથી. લગ્ન જેવા શુભ કામે સુદર્શનને મોકલનારી વિધાતાએ જેત જાતામાં લગ્નને વિનમાં ફેરવી નાખ્યું અને -દંપતીને છૂટાં પાડ્યાં; એટલું જ નહિ પણ ઘવાયેલા સુદર્શનને ભરવિગડે નિરાધાર અને નિરાશાજનક સ્થિતિમાં લાવી મૂકે. વિધિના આડાઅવળા રસ્તાને જેને અનુભવ થયે નથી તેવા મનુષ્યો તે સુદર્શનની જીંદગીનું નાટક અહીં જ પુરૂં થવાની ધાસ્તી રાખશે, પરંતુ જે વિધિ લગ્નને વિઘ રૂપમાં ફેરવી શકે છે તે વિધિ વિધ્યને મહામંગલ સ્વરૂપમાં ફેરવી નાખવાને પણ એટલી જ સમર્થ છે. જન્મવું, પરણવું અને મરવું એ ત્રણ અંકમાં જે જે મનુષ્યનું જીવન-નાટક પૂરું થાય છે તેવા મનુષ્યનું ચરિત્ર લખવાને કઈ લેખિની શ્રમિત થશે? સુદર્શન પાસે હજી ઘણું વેશ ભજવાવવા વિધિ ઈચ્છતી હતી અને તેથી જ હેને શિર આફત ગુજારીને હેના હાથે ભવિષ્યમાં થવા જેવાં કાર્યોનું માર્ગ સૂચન કરવાની આ તક તેણીએ લીધી હતી. કોમ અને દેશની સેવામાં કંઈક કામ હજી હેના હાથે કરાવવા વિધિએ યોજના કરી રાખી હતી. સેવાધર્મના પાલનના પ્રારંભમાં જ વિMને રાક્ષસ ધુરકીઓ કરે છે એ એક સાધારણ નિયમ છે અને એ નિયમમાંથી સુદર્શનને બચી જતે જોવાની આશા રાખવી ફેકટ છે. Scanned by CamScanner
SR No.034067
Book TitleSudarshan Part 01
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy