SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ લાલ રેશમી કીનારીની છેતી, ઢાકાની બારીક મલમલનું અંગરખ અને રેશમી ફટકામાં સજજ થયેલો સુદર્શનકુમાર આવાં છેક જ - સાદાં વસ્ત્ર છતાં કામદેવ જે શોભતો હતો. હેની બાજુમાં હેને યુવાન શિક્ષાગુરૂ અને મિત્ર વિવેકચંદ્ર પણ છેક જ સાદા પિશાકમાં ચાલતું હતું. બીજા જાનૈયાને ઠાઠ આ બન્ને કરતાં કાંઈક વધારે હતો. તેઓ કેવળદાસના આંગણામાં ઉભા કરેલા મંડપમાં આવી પુગ્યા તે વખતે કેવળદાસની પત્ની લક્ષ્મીબાઈએ ઘણું જ હર્ષ અને વિનયપૂર્વક પિતાના જમાઈનાં ઓવારણાં લીધાં અને મધુર વચનથી સત્કાર કર્યો. તે જ વખતે કેટલીક કુમારિકાએ વરરાજાના સત્કાર માટે ખાસ ગોખી રાખેલું ગીત મધુર અવાજે ગાઈને સર્વને પ્રસન્ન કર્યા. * : સુધરેલા વરરાજા પરણવા આવ્યા છે તેવી ખુરશીમાં બેસીને વરકન્યા શેક લૅન્ડ’ કરશે ! ” એવી વાતો ગામમાં ચાલી રહી હતી, આ કારણથી સંખ્યાબંધ સ્ત્રીઓ હાં આવી હતી અને મંડપને ઘેરે ઘાલીને ઉભી હતી. પરંતુ તે સઘળીઓએ હારે સઘળું વિવેકભર્યું જોયું ત્યારે તેઓ કુતુહળ જોવાનું ન મળવા માટે નિરાશ થઈ એક માંચી જેવી ન્યાની બેઠક પર વરને બેસાડવામાં આવ્યો અને હેની બાજુએ એવી જ બીજી માંચી ઉપર કન્યા પધરાવવામાં આવી. કન્યાએ કોઈ અઘટિત કામ કદી કર્યું નહતું તેમજ હમણાં પણ તે કોઈ અગ્ય કાર્ય કરવા જતી નહોતી કે જેથી તેણીને પિતાનું માં છપાવવાની જરૂર પડે. તેણીએ ખુલ્લે વદને માંચી પર જગા લીધી તે વખતે તેણીની નજર પોતાના પગ પર જ હતી. વરકન્યાને પવિત્ર કોલકરારથી જોડવા માટે કઈ “ગરમહારાજને રોકવાનું બનેમાંથી એકે પક્ષે પસંદ કર્યું નહોતું. “ભાઈ ખેનને હાથ પકડે !” એવા મૂર્ણ વાક્યથી વરકન્યાને ગાળ ચોપડાવનાર જડસા જેવા બ્રાહ્મણની જગા વરના શિક્ષાગુરૂ વિવેકયપુરી હતી. આ નવીન “ગોર મહારાજે અગ્નિદેવને સાક્ષી તરીકે પધારવાની તકલીફ આપવામાં પા૫ માન્યું હતું. હે માત્ર કન્યાને હાથ વરના હાથમાં આ તેથી મૂકો અને ગંભીરતાથી જણાવ્યું. “વત્સો! હમો બનેનાં સગાંસ્નેહીઓ અને અન્ય સજજનોની સમક્ષ ઉમે આખી જીંદગીને માટે એક બીજાથી જોડાઓ છે. સુખમાં અને દુખમાં, સંપત્તિમાં અને વિપતિમાં હમે એક બીજાના થઈ રહેવાને Scanned by CamScanner
SR No.034067
Book TitleSudarshan Part 01
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy