SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ દિવસ ઉપર દિવસ સુખમાં નિર્ગમન થવા લાગ્યા. આખરે શેઠાણી રંભાબાઈને રૂડો દિવસ આવ્યો. પુર દહાડે તેણે એક પુત્રરત્નને જન્મ આપ્યો. ઘરમાં, કુટુંબમાં, નાતજાતમાં અને ગામમાં આનંદ વર્તા અને શેઠે આખા ગામનાં ઓ ગળ્યાં કરાવ્યાં; એટલે જ નહિ પણ આ શુભ દિવસની યાદગીરી માટે એક લાખ રૂપિયા કઈ પણ પોપકારી કાર્ય નિમિત્તે જૂદા મૂક્યા. શેઠે એવો સંકલ્પ કર્યો કે આ લાખ રૂપિયાને ઉપયોગ આજે જન્મેલ પુત્ર ઉમ્મરે પહોંચે ત્યારે પિતાની ઇચ્છા મુજબ પિતાને જે કાર્ય વધારે પરેપકારી લાગે હેમાં કરે. * જનાં દર્શનથી સર્વને આનંદ આનંદ થયો હતો એવા આ પુત્રનું નામ સર્વાનુમતે સુદર્શન પાડવામાં આવ્યું, જે કે સુદર્શનનાં ફાઈબા તે આ ખોટના છેકરાનું નામ “નાથ” રાખવા ઘણુંએ કૂદી રહ્યાં હતાં પણ આખા ગામની ઈચ્છા આગળ હેમનું કાંઈ ચાલ્યું નહિ. સુદર્શનને કાળજીપૂર્વક ઉછેરવામાં આવતો હોવાથી પાંચ વર્ષની વયે પહોંચતાં તે તે ૮-૮ વર્ષ જેવો દેખાવા લાગ્યા. આ વખતે સર્વ હેને નિશાળે મૂકવાની સલાહ આપવા લાગ્યું, પણ શેઠને વિચાર એ નહેાતે; તે એમ ઈચ્છતા હતા કે પિતાના ધંધાને લાયકની કેળવણી ઘર આગળ જ આપવી. તેથી એક કાબેલ જેનને સારો પગાર ઠરા-વીને સુદર્શનના શિક્ષક તરીકે રાખ્યો. આ શિક્ષકનું નામ વિવેકચંદ્ર હતું.તે એક ગરીબ પણ ખાનદાન ઘરમાં જન્મેલો અને ઉંચા વિચારવાળો યુવાન હતો. ગુજરાતી ભાષાના સારા જ્ઞાન ઉપરાંત, સંસ્કૃત તથા અંગ્રેજી પણ તે જાણતો હતો અને વિચાર દર્શાવવાની છટા તથા શુદ્ધ હદયને લીધે તે એક અચ્છા ઉપદેશકની ગરજ સારે તે હતો. હેની *ઉમર તે જે કે માત્ર ત્રીશેક વર્ષની જ હતી પણ આપબળથી રસ્તો કરવાના સ્વભાવને પરિણામે હેને અનુભવ પુષ્કળ મળ્યો હતો. આવા શિક્ષકના હાથ તળે કેળવાતે સુદર્શને જેવો સંસ્કારી જીવ દીપી ઉઠે એમાં શું આશ્ચર્ય ? સુદર્શનને લખતાં-વાંચતાં, સઘળી જાતનું, નામ-ઠામું કરતાં, અંગકસરતના સામાન્ય ખેલ કરતાં, ન્યાયસર વાદવિવાદ કરતાં અને દુખીની દયા ખાતાં. શિખવવામાં આવ્યું. ધરણસર ધર્માન આપવા હેના શિક્ષકે ધણુએ ઈચ્છર્યું પણ હેલે માટે ખાસ વાંચનમાળાનાં જોઈએ તેવાં પુસ્તકે કોઈએ તૈયાર કરેલાં Scanned by CamScanner
SR No.034067
Book TitleSudarshan Part 01
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherVadilal Motilal Shah
Publication Year1911
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy